અભિનેત્રી શિવાંગી જોશી જાદુગર છે કે ?
- પાણી ભરેલો ગ્લાસ ઊંધો કર્યો પણ પાણી પડયું નહીં
- પાર્ટીમાં હાજર રહેલા સૌ કોઇ આભા થઇ ગયા
મુંબઇ તા.9 એપ્રિલ 2019, મંગળવાર
ટચૂકડા પરદે હિટ નીવડેલી સિરિયલ યહ રિશ્તા ક્યા કહલાતા હૈ...ની અભિનેત્રી શિવાંગી જોશીએ તાજેતરમાં એક એવું કરતબ કરી બતાવ્યું જે જોઇને હાજર રહેલા સૌ કોઇ આભા થઇ ગયા.
વાત એક પાર્ટીની છે. શિવાંગીએ પાર્ટીમાં પાણી ભરેલો એક ગ્લાસ લીધો અને ઊંધો વાળ્યો. આમ છતાં પાણીનું એક ટીપું સુદ્ધાં પડયું નહીં. એ જોઇને હાજર રહેલા સૌ કોઇને નવાઇ લાગી કે યહ ક્યા હો રહા હૈ ? કોઇએ આ પ્રસંગની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી તો તરત વાઇરલ થઇ ગઇ.
શિવાંગી મોહસીન ખાન સાથે યહ રિશ્તા ક્યા કહલાતા હૈ સિરિયલ કરી રહી છે અને મોહસીન ખાન સાથે એનો અફેર ચાલી રહ્યો હોવાની અફવા પણ ફેલાઇ છે. સિરિયલમાં બંને પતિ પત્નીનો રોલ કરે છે. બંનેના અફેરની વાતો વચ્ચે બંનેએ કદી જાહેરમાં પોતાના સંબંધ વિશે ચર્ચા કરી નથી પરંતુ સોશ્યલ મિડિયા પર એકબીજાની ફેવર કરતાં રહે છે.