ઇરફાન ખાનની તબિયત લથડી, મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા
મુંબઇ, 28 એપ્રિલ 2020 મંગળવાર
બોલિવુડનાં દમદાર અભિનેતા ઇરફાન ખાન છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી સામે ઝઝુમી રહ્યા છે, તેમની તબિયત ફરી લથડતા મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં ઇરફાન ખાનનું પણ નિધન થયું હતું, ઇરફાન ખાન લોકડાઉનનાં કારણે માતાનાં અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શક્યા ન હતાં.
ઇરફાન ખાનની માતા સઇદા બેગમની દફનવિધી જયપુરમાં કરવામાં આવી હતી. ઇરફાન ખાને તેમની અંતિમવિધી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિહાળી, માતાનાં મોત બાદ ઇરફાનની તબિયત વધુ લથડી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કેન્સર થયા પછી તેઓ રૂટીન ચેક અપનાં માટે કોકિલા બેન હોસ્પિટલમાં આવે છે, હાલ તે હાઇ ગ્રેડ ન્યુરોઅંડોક્રાઇન કેન્સરની બિમારીથી પીડીત છે.જુન 2017માં તેમને આ બિમારી અંગે માહિતી મળી હતી, ત્યાર બાદ તેઓ સારવાર માટે વિદેશ ગયા હતાં.
તેમણે સોશિયલ મિડિયા પર પોતાનાં ચાહકોનો આભાર પણ માન્યો.આ બીમારી બાદ તેઓ અંગ્રેજી મિડિયમ ફિલ્મમાં જોવા મળ્યા હતાં.
આ ફિલ્મમાં શુટિંગ દરમિયાન પણ ઘણી વખત તેમની તબિયત લથડી જતી હતી, લંડનમાં એક વર્ષ સુધી તેમની સારવાર ચાલી હતી, જો કે તેમનાં આરોગ્યને લઇને હજુ સુધી કોઇ રિપોર્ટ આવ્યો નથી.