'લિગર' મની લોન્ડરિંગ કેસ : સાઉથ સુપર સ્ટાર દેવરકોન્ડાની EDએ પૂછપરછ કરી
'Liger' માટે ફંડ સોર્સિંગ સંબંધિત તપાસના સંબંધમાં તેમની પૂછપરછ કરી
સાઉથ અભિનેતા વિજય દેવરકોન્ડાની બુધવારે હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) સમક્ષ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની તપાસના સંદર્ભમાં હાજર થયા હતા. ED એ ફિલ્મ 'લિગર'ના સંબંધમાં કથિત ચૂકવણી અને ભંડોળના સોર્સિંગની તપાસ અંગે પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, વિજય દેવેરાકોંડા પાસેથી ફિલ્મ માટેના ભંડોળના સ્ત્રોત, તેમને કરવામાં આવેલી ચૂકવણી અને અમેરિકન બોક્સર માઈક ટાયસન સહિત અન્ય કલાકારો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.
'લિગર' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી
'લિગર' એક સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ હતી, જેનું શૂટિંગ મેનલી યુએસમાં રૂ. 125 કરોડથી વધુના બજેટ સાથે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન માઈક ટાયસન પણ જોવા મળ્યો હતો. જોકે, ફિલ્મ રિલીઝ થતાં જ નિષ્ફળ રહી હતી. અખિલ-ભારત ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી હોવા છતાં, લિગર તેના થિયેટર રન પર ભારતીય બોક્સ ઓફિસ પર તેના બજેટનો માત્ર અડધો ભાગ વસૂલ થયો હતો.
કોંગ્રેસ નેતાની ફરિયાદ પર EDએ તપાસ હાથમાં લીધી
કોંગ્રેસના નેતા બક્કા જડસને ફિલ્મમાં શંકાસ્પદ રોકાણ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ EDએ તપાસ શરૂ કરી હતી. બક્કા જડસને ફરિયાદમાં કહ્યું હતું કે, રાજકારણીએ 'લિગર'માં નાણાં રોક્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, રોકાણકારો કાળા નાણાને સફેદમાં ફેરવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. હાલમાં ED તે અંગે વધુ તપાસ કરી રહી છે.