Indian Short Film ‘Anuja’ In Oscar Nomination : ઑસ્કાર ફિલ્મી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. દર વર્ષે લાખો લોકો જેની રાહ જોતા હોય છે. આજે 23 જાન્યુઆરીએ 97માં એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશન કરાયા છે. તમને જણાવી દઈએ કે, લૉસ એન્જિલ્સમાં લાગેલી આગને કારણે તે લાંબા સમયથી મુલતવી રાખવામાં આવી રહ્યું હતું અને આજે ગુરુવારે આખરે તેની ફાઈનલ જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે ભારતની શૉર્ટ ફિલ્મ 'અનુજા' એ લાઈવ એક્શન શૉર્ટ ફિલ્મ કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ વખતે 97માં એકેડેમી એવોર્ડ્સના નોમિનેશન ઇવેન્ટનું આયોજન બોવેન યાંગ અને રશેલ સેનોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લૉસ એન્જિલ્સમાં યોજાયો હતો. ચાલો જાણીએ ઑસ્કાર 2025ના નોમિનેશનની સંપૂર્ણ યાદીમાં કઈ ફિલ્મ, એક્ટર સહિતને સ્થાન મળ્યું.
● એક્ટર ઈન સપોર્ટિંગ રોલ
યુરા બોરીસોવ - અનોરા
કિરન કલ્કિન - અ રિયલ પેઈન
એડવર્ડ નોર્ટન - અ કમ્પલેટ અનનોન
ગાય પીયર્સ - ધ બ્રુટાલિસ્ટ
જેરેમી સ્ટ્રોંગ - ધ એપ્રેન્ટિસ
● બેસ્ટ કૉસ્ટ્યુમ ડિઝાઈન
અ કમ્પલેટ અનનોન - એરિયાન ફિલિપ્સ
કોનક્લેવ - લિસી ક્રિસ્ટલ
ગ્લેડીયેટર II - જેન્ટી યેટ્સ અને ડેવ ક્રોસમેન
નોસ્ફેરાટુ - લિન્ડા મુઇર
વિકેડ - પોલ ટેઝવેલ
● બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ
એલિયન
અનુજા
આઈ એમ નોટ રોબોટ
ધ લાસ્ટ રેન્જર
અ મેન હૂ વૂડ નોટ રીમેઈન સાયલન્ટ
આ પણ વાંચ: લાઈવ કોન્સર્ટમાં સિંગર મોનાલી ઠાકુરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
● બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ
બ્યુટીફૂલ મેન
ઈન ધ સેડો ઓફ ધ સાયપ્રસ
મેજિક કેન્ડિઝ્
વન્ડર ટુ વન્ડર
યક!
● બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે
અ કમ્પલેટ અનનોન
કોન્ક્લેવ
એમિલિયા પેરેઝ
નિકલ બોય્ઝ
સિંગ સિંગ
આ પણ વાંચો: સૈફ અલી ખાનને વારસામાં નહોતો મળ્યો પટૌડી મહેલ, 800 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
● બેસ્ટ ઓરિઝિનલ સ્ક્રિનપ્લે
ધ બ્રુટાલિસ્ટ
અનોરા
અ રિયલ પેઈન
સપ્ટેમ્બર 5
ધ સબસ્ટેન્સ


