Get The App

જંગલ સફારીમાં લુપ્ત થવાને આરે છે આ પ્રાણીઓ

Updated: Jul 10th, 2019

GS TEAM

Google News
Google News
જંગલ સફારીમાં લુપ્ત થવાને આરે છે આ પ્રાણીઓ 1 - image

માણસ સ્વભાવ છે કે એને કોઈના મહત્વનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે સંસારમાં ના રહે. 

આવું જ જંગલના પ્રાણીઓ સાથે પણ થઇ રહ્યું છે. આપણે તેમના મહત્વને ત્યારે જ સમજીએ છીએ જ્યારે એમનું અસ્તિત્વ ના રહે અથવા તેમનું અસ્તિત્વ નામશેષ થઇ રહ્યું હોય. ભારતીય પ્રાણીઓની સ્થિતિ પણ આવી જ છે. આજે આપણે એવાં પ્રાણીઓ વિશે વાત કરીશું જેમનું જીવન જોખમમાં છે. 


1. પહાડી ગોરિલા

પહાડી ગોરિલા હાલ રવાડામાં જોવા મળે છે. પરંતુ માણસના સંપર્કમાં આવ્યાં પછી તે બીમાર થઇ રહ્યાં છે અને દિવસેને દિવસે તેમની સંખ્યા ઘટી રહી છે. 

જંગલ સફારીમાં લુપ્ત થવાને આરે છે આ પ્રાણીઓ 2 - image

2. વિશાલ પાંડા

ચીનના સિચુઆન ક્ષેત્રને પાંડાનું ઘર માનવામાં આવે છે. જો કે માણસની દખલ,વધી રહેલું કોંક્રિટનું જંગલ અને રેલવે વિસ્તારે પાંડા માટે મુશ્કેલી ઉભી કરી છે.

જંગલ સફારીમાં લુપ્ત થવાને આરે છે આ પ્રાણીઓ 3 - image

3. કાળા ગેંડા

આ ગેંડાઓ કિનિયામાં જોવા મળે છે. વિયેતનામમાં એવી માન્યતા છે કે કાળા ગેંડામાંથી અચૂક માણસ માટેની દવાઓ બનાવાય છે. સંશોધકોએ જણાવ્યું કે 1960 પછીથી અત્યારસુધીમાં 70 હજારથી ઘટીને પાંચ હજાર કરતાં પણ ઓછી થઇ ગઈ છે. આ શોધ કરનારાનુ કહેવું છે કે પર્યાવરણમાં સંતુલન બનાવી રાખવા માટે આ બધાની બહુ જરૂર પડી શકે છે. પરંતુ માણસ પની લાલચને ના લીધે એમની સંખ્યા ઘટી રહી છે.