'એ હિસાબે આલિયા ભટ્ટ મારી બીજી પત્ની છે...', રણબીર કપૂરે પ્રથમ લગ્ન અંગે જણાવ્યો મજેદાર કિસ્સો
Image: Facebook
Ranbir Kapoor Shares Funny Story: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મી દુનિયાના સૌથી મનપસંદ કપલ્સમાંથી એક છે. રણબીર અને આલિયા ભટ્ટે 2022માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેએ બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવા' પણ આપી હતી. આ ફિલ્મમાં રણબીર અને આલિયાએ ઓનસ્ક્રીન રોમાન્સ કર્યું હતું. હવે રણબીર કપૂરે તાજેતરમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં રણબીરે જણાવ્યું કે આલિયા ભટ્ટ તેની બીજી પત્ની છે. આલિયાથી પહેલા તેના એક વખત લગ્ન થઈ ચૂક્યા છે. જોકે રણબીરે એ પણ જણાવ્યું કે હું પહેલી પત્નીથી હજુ મળ્યો નથી પરંતુ જલ્દી જ મળવા ઈચ્છું છું.'
બીજા લગ્નને લઈને રણબીરે ખુલાસો કર્યો
તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં રણબીરે પોતે તેનો ખુલાસો કર્યો છે અને જણાવ્યું કે આલિયા ભટ્ટ મારી બીજી પત્ની છે. રણબીરે જણાવ્યું, હું આને ગાંડપણ કહીશ નહીં પરંતુ આ ખૂબ પહેલાની વાત છે. જ્યારે હું પોતાના કરિયરના શરૂઆતી સમયમાં હતો ત્યારે એક યુવતી મારા ઘરે આવી હતી. એટલું જ નહીં યુવતી પોતાની સાથે પંડિત અને લગ્નનો સામાન પણ લાવી હતી. યુવતીએ મારા ઘરની બહારના ગેટ પર મારી સાથે લગ્ન કરી લીધા. જોકે હું ત્યારે ઘરે નહોતો. હું બહાર ગયો હતો અને જ્યારે હું પાછો ફર્યો તો ગાર્ડે મને આ આખો કિસ્સો સંભળાવ્યો. મે પણ ઘરના ગેટ પર જોયું કે ચાંદલો લાગેલો છે અને ફૂલ વિખેરાયેલા છે. તો આ હિસાબે તે યુવતી મારી પહેલી પત્ની છે. જોકે હું ક્યારેય તેને મળ્યો નથી પરંતુ જલ્દી જ મળવા માગુ છું. આ રીતે આલિયા ભટ્ટ મારી બીજી પત્ની થઈ.'
લગ્નના 6 મહિના બાદ જ થઈ હતી પુત્રી
રણબીર અને આલિયા ભટ્ટ આમ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી સાથે કામ કરતાં રહ્યાં અને મિત્ર પણ રહ્યા પરંતુ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયાની વચ્ચે મિત્રતા વધી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. બંને થોડા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં અને બાદમાં 2022 માં લગ્ન કરી લીધા. લગ્નના 6 મહિના બાદ જ આલિયાએ પુત્રીને જન્મ આપ્યો. પુત્રી બંને માટે ગુડલક લઈને આવી હતી અને બંનેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. હવે રણબીર અને આલિયા બંને ફિલ્મી દુનિયાના સુપરહિટ કપલ છે.
બંને સ્ક્રીન પર કરશે રોમાન્સ
બ્રહ્માસ્ત્રના સુપરહિટ થયા બાદ આલિયા અને રણબીરની જોડી એક વખત ફરીથી પડદા પર જોવા મળવાની છે. આ બંને સ્ટાર સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં નજર આવશે. સાથે જ આ ફિલ્મમાં બંનેની સાથે વિક્કી કૌશલ પણ મહત્ત્વની ભૂમિકામાં નજર આવશે. રણબીર કપૂર આ પહેલા એનિમલમાં નજર આવ્યા હતા. આલિયા ભટ્ટે જિગરામાં કામ કર્યું હતું. હવે બંને એક સાથે પડદા પર રોમાન્સ કરતાં દેખાશે.