'સિંઘમ અગેઈન'માં સ્ટાર્સ સાથે લેખકોનો પણ શંભુમેળો
- ઝાઝા રસોઈયા રસોઈ બગાડે તેવી શંકા
- પાંચ પાંચ લેખકો અને સંખ્યાબંધ ટોચના સ્ટાર્સ : ફિલ્મનુ શૂટિંગ શરુ થઈ ગયું
મુંબઇ : રોહિત શેટ્ટીએ 'સિંઘમ અગેઈન'માં કલાકારો તો કલાકારો પરંતુ લેખકોો પણ મોટો શંભુમેળો એકઠો કરી દીધો છે. તેના લીધ ેઝાઝા રસોઈયા રસોઈ બગાડે તેવો ઘાટ સર્જાય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
ફિલ્મની લેખક મંડળીમાં 'શૂટ આઉટ એટ વડાલા'ના લેખક મિલાપ ઝવેરી, 'સિંઘમ'ના લેખક યુનુસ સજવાલ, 'મૌલી'ના લેખક ક્ષિતિજ પટવર્ધન, 'બધાઈ હો'ના લેખક શાંતનુ શ્રીવાસ્તવ તથા 'અસૂર' વેબ સીરીઝના લેખક 'અભિજિત ખુમાણ'નો સમાવેશ થાય છે. આ બધા પોતપોતાની રીતે સક્ષમ લેખકો છે. પરંતુ આટલા બધા લેખકો એક ફિલ્મમાં ક્યાં કેટલું કન્ટ્રીબ્યૂટ કરશે તે પણ એક સવાલ છે. ફિલ્મમાં પહેલેથી જ કલાકારોનો પણ શંભુમેળો છે. અજય દેવગણ અને દીપિકા પદુકોણ ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંઘ, અર્જુન કપૂર, જેકી શ્રોફ સહિતના સંખ્યાબંધ કલાકારો તેમાં દેખાવાના છે. ફિલ્મનો મુહૂર્ત શોટ નક્કી થઈ ચૂક્યો છે. આમ તો ફિલ્મ આવતાં વર્ષે ૧૫મી ઓગસ્ટે રીલીઝ કરવાનું નક્કી થયું હતું પરંતુ બાદમાં તે જ દિવસે 'પુષ્પા ટૂ'ની રીલીઝ નક્કી થતાં હવે આ ફિલ્મ પાછી ઠેલાય તે લગભગ નિશ્ચિત મનાય છે.