Get The App

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...'ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે? જવાબ ચોંકાવશે

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...'ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે? જવાબ ચોંકાવશે 1 - image


Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક્ટર દિલીપ જોશી તો લોકોના ફેવરિટ જ છે, પરંતુ અભિનેતા અમિત ભટ્ટને પણ ઓડિયન્સનો ખૂબ પ્રેમ મળે છે. તેમનું પાત્ર પણ લોકોને હસાવવામાં કોઈ કસર નથી રાખતું.

દિલીપ જોશી આ શૉ માં જેઠાલાલનું પાત્ર ભજવે છે અને અમિત ભટ્ટ તેમના પિતા ચંપકલાલનું પાત્ર ભજવી રહ્યા છે. શૉ માં અમિત ભટ્ટ ભલે તેમના પિતાનું પાત્ર ભજવી રહ્યા છે, પરંતુ રિયલ લાઈફમાં તેઓ ઉંમરમાં દિલીપ જોશી કરતા નાના છે. બંનેની ઉંમરમાં મોટું અંતર પણ છે. 

બંનેની ઉંમરમાં 7 વર્ષનું અંતર

વાસ્તવમાં દિલીપ જોશી 61 વર્ષના છે. તેમનો જન્મ 26 મે 1965ના રોજ થયો હતો. બીજી તરફ જો અમિત ભટ્ટની વાત કરીએ તો તેમની ઉંમર 54 વર્ષ છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1972ના રોજ થયો હતો. આ હિસાબે જોઈએ તો બંનેની ઉંમરમાં 7 વર્ષનું અંતર છે.

બંને એક્ટર 18 વર્ષથી આ શૉ નો હિસ્સો 

દિલીપ જોશી અને અમિત ભટ્ટ બંને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લીડ એક્ટર છે. બંને વર્ષ 2008માં જ્યારે આ શો શરૂ થયો હતો, તે સમયથી જ તેમાં કામ કરી રહ્યા છે. એટલે કે બંને 18 વર્ષથી આ શોનો હિસ્સો છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે.

આ પણ વાંચો: સોનુ નિગમને ગંભીર બીમારી થવા છતાં શૉ કેન્સલ ના કર્યો, કહ્યું - ખૂબ જ પીડા થાય છે...

દિલીપ જોશીને જેઠાલાલ અને ચંપકલાલ બંને પાત્રોની ઓફર મળી હતી

રિપોર્ટનું માનીએ તો જ્યારે દિલીપ જોશીને આ શૉ ની ઓફર મળી હતી ત્યારે તેમની સામે જેઠાલાલ અને ચંપકલાલ બંને પાત્રોના ઓપ્શન રાખવામાં આવ્યા હતા. મેકર્સે તેમને પૂછ્યું હતું કે તેઓ કયો રોલ કરશે. દિલીપ જોશીએ જેઠાલાલનો રોલ પસંદ કર્યો હતો. ત્યારબાદ ચંપકલાલનો રોલ અમિત ભટ્ટને મળ્યો હતો.