- બોલિવુડમાં કામ ન મળતું હોવાના દાવા વચ્ચે જાહેરાત
- ઈમ્તિયાઝની દિલજીત સાથે બીજી ફિલ્મ, વેદાંગ રૈના અને શર્વરીની પણ ભૂમિકા
મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મના સંગીતની જવાબદારી સંગીતકાર એ આર રહેમાનને આપી છે. હજુ સુધી ફિલ્મનું શીર્ષક જાહેર કરાયું નથી.
મૂળ આગામી એપ્રિલમાં રજૂ થનારી આ ફિલ્મ હવે પાછી ઠેલાઈને આગામી જૂનમાં રીલિઝ કરવાનું નક્કી થયું છે. ફિલ્મમાં દિલજીત દોસાંઝ, વેદાંગ રૈના,શરવરી અને નસીરુદ્દીન શાહ સહતિના કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે. ઇમ્તિયાઝ અલી 'અમર સિંગ ચમકીલા' પછી બીજી વખત દિલજીત દોસાંઝ સાથે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એ આર રહેમાને પોતાને બોલિવુડમાં કોમવાદને કારણે ફિલ્મો મળતી નથી તેવો દાવો કર્યો હતો. તે પછી ઈઈમ્તિયાઝ અલીએ રહેમાનને સપોર્ટ જાહેર કર્યો હતો. હવે તેની આગામી ફિલ્મનું મ્યુઝિક પણ રહેમાન દ્વારા તૈયાર કરાયું છે.


