Get The App

Photo : છૂટાછેડા બાદ હવે એક્ટર ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો, ફરી લગ્ન કરે તેવી શક્યતા

Updated: Nov 9th, 2024

GS TEAM


Google News
Google News
Photo : છૂટાછેડા બાદ હવે એક્ટર ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો, ફરી લગ્ન કરે તેવી શક્યતા 1 - image


Imran khan With lekha washington :  બોલિવૂડ એક્ટર ઈમરાન ખાનના ફિલ્મોમાં કમબેક રે તેના માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન તેની પ્રર્સનલ લાઈફની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. હાલમાં અભિનેતા તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો.

ઈમરાન ખાને હાલમાં જ લેખા વોશિંગ્ટન સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી. હવે આ બંને ફિલ્મ 'ખ્વાબોં કે ઝમલે'ના સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા હતા. ઈમરાન અહીં બ્લેક ટી-શર્ટ અને લેધર જેકેટ સાથે જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. જ્યારે લેખાએ બ્લેક ક્રોપ ટોપ અને રેપ સ્કર્ટ પહેર્યું હતું.બંનેએ થિયેટરની બહાર નીકળતી વખતે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. થોડા સમય પહેલા ઈમરાન ખાન કોમેડિયન રૌનક રાજાનીના શોમાં નજરે પડ્યો હતો. અહીં તેમણે કહ્યું કે, તે 2020 થી લેખાને ડેટ કરી રહ્યો છે.

આ પણ વાંચો : વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઇક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઈ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી

હું અને લેખા હવે સાથે રહીએ છીએ: ઈમરાન 

અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે, હું અને લેખા હવે સાથે રહીએ છીએ. એક રિપોર્ટ પ્રમાણે કપલે કરણ જોહરનું એપાર્ટમેન્ટ ભાડે લીધું છે, અને તેના ભાડા પેટે તેઓ દર મહિને 9 લાખ રૂપિયા ચૂકવે છે. ઈમરાને કહ્યુ હતું કે, એક સાથે રહેવાનો વિચાર લેખાનો હતો. એ પછી મેં કહ્યું કે, 'સાચું કહું તો મેં કહ્યું હા, કેમ નહીં. અમે ઘણા સમયથી સાથે છીએ.

ઈમરાન ખાને 2019માં અવંતિકા મલિક સાથે છૂટાછેડા લીધા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈમરાન અને લેખા જલ્દી લગ્ન કરવાના છે. ઈમરાન ખાને 2011માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી છે. અભિનેતાએ 2019 માં તેની સાથે છૂટાછેડા લીધા હતા.

આ પણ વાંચો :યુઝર માટે વીડિયો બનાવવાનું થયું વધુ સરળ હવે, ગૂગલનું નવું AI ટૂલ એ બનાવી આપશે...

અભિનેતા 2025 માં મોટા પડદે પરત ફરી રહ્યો છે

ઈમરાન ખાન તેની ફિલ્મ 'જાને તુ યા જાને ના' પછી વધુ ફેમસ થયો છે. ઈન્ડસ્ટ્રીમાં કેટલીક ફ્લોપ ફિલ્મો ગયા ગયા પછી તે ગાયબ થઈ ગયો હતો. હવે એવું માનવામાં આવે છે કે, અભિનેતા 2025 માં મોટા પડદે  પરત ફરી રહ્યો છે. 

Tags :