હું પણ એડિસન્સ ડિસિઝ સામે વોરિયરની જેમ લડી અને વિજેતા બની : સુસ્મિતા સેન
- ચાર વર્ષની આકરી કસોટી પછી મળી સફળતા
મુંબઇ તા. 20 મે 2020, બુધવાર
ભૂતપૂર્વ મિસ. યુનિવર્સ સુસ્મિતા સેને ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિનામાં એડિસન્સ ડિસિઝનો શિકાર બની હતી. આ રોગમાં મૂત્રપિંડની બાજુમાં આવેલી ગ્રથિમાંથી નીકળતાં પ્રવાહી (હાર્મોન્સ)માં અસમતુલા સર્જાય છે. અથવા તો એ પ્રવાહી બંધ થઇ જય છે, જેની સીધી અસર શરીરના રૂઢિરાભિષણ અને સ્નાયુની ક્રિયાને ઉત્તેજિત કરવાની પ્રક્રિયા પર પડે છે તેમાં તકલીફ સર્જાય છે આને ઓટોઇમ્યૂન કન્ડિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સુસ્મિતા સેન બે વર્ષ સુધી આવી પરિસ્થિતિ સામે લડત લડી ૨૦૧૬માં સ્વસ્થ થઇ સફળ થઇને બહાર આવી છે.
આ અંગેનો એક વીડિયો તેણે ૧૬મેએ જ યુ-ટયુબ અપલોડ કર્યો હતો. આ રોગ સામેની લડત અંગે સુસ્મિતાએ હજુ અત્યારે જ મોં ખોલ્યં છે. સુસ્મિતા કહે છે, 'આ રોગને કારણે તમારા ડાબા અંગને કશું ભાન જ નથી રહેતું.'
આ કારણે તમારા શરીરને ભયંકર થાક લાગે છે અને ઇમ્યૂન્સ ફસ્ટ્રેશન તથા અકારણ ઉશ્કેરણી તમારા મનમાં જન્મે છે. આંખની આસપાસ કાળા કુંડાળા બની જાય છે. 'આ સમસ્યા મેં ચાર વર્ષ સુધી સહન કરી છે. સ્ટોરોઇડની અવેજી સમી કોર્ટિસોલ લેવી પડતી અને તેની ભયાનક સાઇડઇફેક્ટ સહેવી પડતી,' એમ સુસ્મિતા ઉમેરે છે.'ક્રોનિક માંદગી સહેવી એ વાતને તમે શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકો એવી તેની પીડા હોય છે. આ પછી અંતે મેં નૂનચકુ વર્કઆઉટ ટ્રેનિંગ શરૂ કરી, જે શરીરને શક્તિ આપે છે. આના કારણે મારા મગજને પણ બળ મળ્યું. આ પછી મારા શરીરમાં પણ ઉર્જા પ્રાપ્ત થવા માંડી. મેં નૂનચકુ સાથે ધ્યાન કરવા માંડયું ઉત્તેજના-ગુસ્સો ધીમે ધીમે શાંત પડયા. મેં જબરી વળતી લડત આપી અને મારી પીડા આર્ટ ફોર્મમાં પરિવર્તિત થઇ,' એમ જણાવી સુસ્મિતાએ ઉમેર્યું, 'હું સમયસર સાજી થઇ ગઇ. મારી ગ્રંથિ ફરી જાગૃત બની. આ પછી વધુ સ્ટોરોઇડ લેવાની જરૂર નહીં પડી, કોઇ પીછેહઠ નહીં, કોઇ ઓટોઇમ્યૂન કન્ડિશન નહીં અને ૨૦૧૯માં તો તદ્દન સારી થઇ ગઇ,' એ સુસ્મિતાએ કહ્યું.
'એક કઠણ પરીક્ષા આપી મેં આ શીખ્યું છે, જે મારા શરીર માટે હતું. આ બધી પરિસ્થિતિમાં પણ હું એક વોરિયર તરીકે લડી હતી. કોઇ રીતે પીછેહઠ કરી નહોતી. આ માટે હું આભારી છું. મારી શિક્ષિક નૂપુર શિખરેની કે જેમણે મને ખડક જેવી કઠણ બનાવી છે, જેથી હું આ અત્યંત કઠણ જર્ની પસાર કરી શકું છું. હું તમને પ્રેમ કરું છે...' એમ કહી સુસ્મિતા વાત પૂરી કરે છે.