ઇલિયાના ડિક્રુઝે પોતાના આવનાર બાળકના પિતાની તસવીર દેખાડી
- પિકચરમાં યુવકનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો
મુંબઇ : ઇલિયાના ડિક્રુઝ કુંવારી માતા બની રહી હોવાની ઘોષણા કરી હતી. અત્યાર સુધી તેણે તેના થનાર બાળકના પિતા વિશે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. પરંતુ હવે તેણે પ્રથમ વખત પોતાના બોયફ્રેન્ડની ઝલક દેખાડીને તેના વિશે સુંદર પોસ્ટ લખી છે.
ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પરમિસ્ટ્રી મેન સાથેની તસવીર શેર કરી છે.જેમાં તેઓ બન્ને બહુ નજીકજોવા મળી રહ્યા છે. જોકે આ તસવીરમાં તે યુવકનો ચહેરો સ્પષ્ટ જોવા નથી મળી રહ્યો. આ સાથે અભિનેત્રીએ સુંદર પોસ્ટ પણ શેર કરી છે.
તેણે લખ્યું છે કે,ગર્ભવતી થવું દુનિયાના સૌથી મોટા આશીર્વાદ છે. હું મારી જાતને ભાગ્યશાળી માની રહી છું. હું બેબી બંપને જોઇને ખુશ થાઉં છું અને કહું છું કે, હું તને જલદી મળીશ. મારી આ સફરમાં મારા પ્યારા મેનનું બહુ મોટુ ંયોગદાન છે. હું જ્યારે જ્યારે કમજોર પડી છું ત્યારે તેણે મારા આંસુ લુછ્યા છે. મારી સાથે તે એક ચટ્ટાન બનીને ઊભો રહ્યો છે. તે મને હસાવવા માટે જોક્સ પણ સંભળાવતો હોય છે. તેથી હું થોડી હળવી થઇજતી હોઉં છું.
ઉલ્લેખનીય છે કે, ઇલિયાનાનું નામ પહેલા ફોટોગ્રાફર એન્ડુ સાથે જોડાયું હતું અને પછી કેટરિના કૈફના ભાઇ સબેસ્ટિન માઇકલ સાથે અફેર હોવાની ચર્ચા હતી.