ઇલિયાના ડીક્રુઝે શેર કરી તેના આવનાર બાળકના પિતાનો ફોટો, ટૂંક સમયમાં જ માતા બનવાની છે એક્ટ્રેસ
ઇલિયાનાની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ રણબીર કપૂર સાથે 'બરફી' હતી
ઇલિયાનાએ હાથમાં રીંગ પહેરેલી ફોટો શેર કરી સગાઇની અફવાઓને વેગ આપ્યો હતો
Image:Instagram |
બોલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ હાલ તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. ઈલિયાનાએ એપ્રિલ મહિનામાં તેની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. તેના આ ગુડ ન્યૂઝથી દરેકને આશ્ચર્ય થયું હતું, કારણ કે તે લગ્ન કર્યા વિના જ માતા બનવા જઈ રહી છે. આ સ્થિતિમાં દરેકના મનમાં એક જ સવાલ છે કે ઇલિયાનાના બાળકનો પિતા કોણ છે. હવે ઇલિયાના ડીક્રુઝે તેના બોયફ્રેન્ડની ફોટો શેર કરી છે, પરંતુ તેનો ચહેરો દેખાડ્યો નથી.
ઇલિયાનાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
ઇલિયાના દ્વારા શેર કરાયેલા આ ફોટોમાં ઇલિયાનાનો મિસ્ટ્રી મેન તેના કૂતરા સાથે જોવા મળી રહ્યો છે. તે કૂતરાને કિસ કરી રહ્યો છે. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું, 'પપી લવ'. અન્ય એક ફોટોમાં ઇલિયાનાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો અને તે સફેદ ટ્રેકસૂટમાં જોવા મળી હતી. તેણે લખ્યું, 'નોટ ટુ સેલ્ફ, ટોમેટો સોસ બનાવતી વખતે સફેદ પાયજામા પહેરીને ન આવો.'
પ્રેગ્નેન્સીના વધતા વજનથી ચિંતિત છે ઇલિયાના
આ ફોટો પહેલા ઇલિયાનાએ થોડા દિવસો પહેલા તેના બોયફ્રેન્ડ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો એકદમ ઝાંખો હતો, જેમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. આ ફોટા સાથે પ્રેમભર્યો સંદેશ પણ લખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેણે યોજાયેલા આસ્ક મી સેશનમાં પોતાના વધતા વજન અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેણે લખ્યું, “મને ગમે છે કે છેલ્લા કેટલાક મહિનામાં મારા શરીરમાં જે રીતે બદલાવ આવ્યો છે. તે આવી ચમત્કારિક અદ્ભુત નમ્ર સફર રહી છે.” તેણે એમ પણ કહ્યું હતું કે એવા દિવસો આવે છે જ્યારે તેની તબિયત સારી નથી હોતી, પરંતુ તેના પાસે એક ઉત્તમ સપોર્ટ સિસ્ટમ છે તેથી વજન વધવાથી કોઈ ફરક પડતો નથી.
ફોટો શેર કરીને બતાવી હતી હાથની રીંગ
ઇલિયાનાએ તેના હાથની એક ફોટો શેર કરી હતી જેમાં તેની રીંગ દેખાતી હતી અને સગાઈની અફવાઓને વેગ આપ્યો હતો. તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ રણબીર કપૂર સાથે 'બરફી' હતી. ઇલિયાના છેલ્લે ફિલ્મ 'અનફેર એન્ડ લવલી'માં જોવા મળી હતી.