Get The App

ઇલિયાના ડિક્રુઝને ત્યાં બીજા સંતાન રૂપે પુત્ર જન્મ થયો

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
ઇલિયાના ડિક્રુઝને ત્યાં બીજા સંતાન રૂપે પુત્ર જન્મ થયો 1 - image


- અભિનેત્રીએ દીકરાની ઝલક સાથે જણાવ્યું નામ

મુંબઇ : ઇલિયાના ડિક્રુઝ બીજી વખત માતા બની ચુકે છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે  હાલમાં પુત્રને જન્મ આપ્યો છે. જેની તસવીર તેણે સોશયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, ૧૯જુનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે. તેણે તેની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરીને પુત્રનું નામ કીનૂ રાફેલ ડોલન રાખ્યાનું જણાવ્યું છે. 

ઇલિયાનાને ત્યાં પુત્ર જન્મ થયાના સમાચાર પછી સેલિબ્રિટિઓ પ્રિયંકા ચોપરા, અથિયા શેટ્ટી, વિદ્યા બાલન, મલાયકા અરોરા, કરણવીર શર્મા, તેમજ અન્યોએ વધામણી આપી છે. 

ઇલિયાનાએ માઇકલ ડોલન સાથે ૨૦૨૩માં લગ્ન કર્યા હતા. ૨૦૨૪મા તેણે પોતાના પ્રથમ પુત્ર્નો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેના થોડા દિવસો પછી જ તે પોતે બીજી વખત ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. 

Tags :