- ડોન થ્રી માટે નવા હિરોની શોધ શિરદર્દ સમાન
- ડોન થ્રી માટે કાસ્ટિંગનું ચલકચલાણું : ફિલ્મ વધુ મોડી પડે તેવાં એંધાણ
મુંબઈ : ફરહાન અખ્તરે 'ડોન થ્રી' માટે ફરી શાહરુખ ખાનનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. જોકે, એક ચર્ચા મુજબ શાહરુખ ખાને એવી શરત મૂકી છે કે જો સાઉથનો ડાયરેક્ટર એટલી આ ફિલ્મનું સુકાન સંભાળતો હોય તો જ પોતે 'ડોન થ્રી'માં પરત ફરવા માટે વિચારશે. ફરહાનેે આ ઓફરનો શું જવાબ આપ્યો છે તેની વિગત તત્કાળ બહાર આવી નથી.
ફરહાને અગાઉની શાહરુખની મુખ્ય ભૂમિકા સાથે જ 'ડોન'ના બે ભાગ બનાવ્યા હતા. પરંતુ ત્રીજા ભાગ માટે તેણે નવી પેઢીના નવા ડોન તરીકે રણવીરને સિલેક્ટ કર્યો હતો. જોકે, 'ધુરંધર' સુપરહિટ થતાં રણવીરે આ ફિલ્મ છોડી દીધી હતી અને તેના કારણે 'ડોન થ્રી'ની ગાડી પાટા પરથી ખડી પડી છે.
અગાઉ ફિલ્મની હિરોઈન તરીકે પણ કિયારા અડવાણીને બદલે ક્રિતી સેનન રિપ્લેસ થઈ ચૂકી છે.
ફિલ્મના વિલન તરીકે વિક્રાંત મેસીને સાઈન કરાયા બાદ તેણે પણ આ ફિલ્મ છોડી દીધી છે. આ સંજોગોમાં ફરહાન માટે આ ફિલ્મ આગળ વધારવી હાલ મુશ્કેલ બની ગઈ છે.


