હું ક્યારેય મારી ઓરિજિનલ પર્સનાલિટી બતાવા માગતી નથી - હિના ખાન
- હું માત્ર મારા શોમાં કામ કરીને થાકી ચૂકી હતી. મારે બ્રેકની જરુરિયાત હતી
એક પોપ્યુલર ટેલિવિઝનની સ્ટાર હિના ખાન હવે ટોચની કલાકારોમાં સામેલ થઇ ચૂકી છે. હિના ખાને ટેલિવિઝન દુનિયામાં આઠ વર્ષ થઇ ચૂક્યા છે. હવે તે પોતાની જિંદગીમાં આગળ વધવા ઇચ્છે છે અને નવું એક્સપ્લોર કરવા ઇચ્છે છે. હિના ખાને આ નિર્ણય અંગે પોતાનું મેકઓવર જણાવ્યું છે.
હિના ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોઇ મેકઓવર માટે મેં મનગમતો શો છોડયો ન હતો, હું માત્ર મારા શોમાં કામ કરીને થાકી ચૂકી હતી. મારે બ્રેકની જરુરિયાત હતી.
એક એન્ટરટેઇન્મેન્ટ ન્યુઝ સંસ્થાના સાથે વાતચીતમાં હિના ખાને કહ્યું કે, હું ક્યારેય મારી પર્સનાલિટી લોકો બતાવવા ઇચ્છતી ન હતી. મેં આ વાત કયારેય વિચારી ન હતી કે ઇમેજ બદલી જશે.