Get The App

લગ્નોમાં જમવા માટે લાઈનમાં ઉભા રહેવું નથી ગમતું : કરણ જોહર

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નોમાં જમવા માટે લાઈનમાં ઉભા રહેવું નથી ગમતું : કરણ જોહર 1 - image

- હાથમાં પ્લેટ પકડી ઉભા રહેવુ પસંદ નથી

- આ જ કારણોસર પોતે ક્યારેય લગ્નોમાં  નહિ જમતો હોવાનો કરણનો  દાવો

મુંબઈ : કરણ જોહરના દાવા અનુસાર તેને ક્યારેય જમવા માટે હાથમાં પ્લેટ પકડી લાઈનમાં ઉભા રહેવું નથી ગમતું, આ જ કારણોસર પોતે ક્યારેય કોઈ લગ્નોમાં જમતો નથી. 

ઉલ્લેખનીય છે  કે કરણ જોહર પોતે અવારનવાર બોલિવુડ તથા અન્ય સેલિબ્રિટીઓનાં હાઈ પ્રોફાઈલ લગ્નોમાં જતો હોય છે. તાજેતરમાં ઉદયપુરમાં  અમેરિકી અબજોપતિ રામા રાજુ મંટેનાની દીકરી નેત્રાનાં અનેક હોલિવુડ સેલિબ્રિટીઓની હાજરીમાં યોજાયેલા લગ્ન પ્રસંગોને ખુદ કરણે હોસ્ટ પણ કર્યા હતા. 

તાજેતરમાં પુલકિત સમ્રાટ તથા કૃતિ ખરબંદા સાથે એક પોડકાસ્ટમાં કરણે જણાવ્યું હતું કે કેટલીક બાબતોમાં પોતે ક્યારેય કોઈ બાંધછોડ કરતો નથી.  શું સારું જમવાનું મળે તો પણ નહિ તેવા સવાલના જવાબમાં કરણે કહ્યું હતું કે મને લગ્નોમાં લોકો હાથમાં પ્લેટ પકડી લાઈનમાં ઉભા હોય એ વાત જ બહુ  વિચિત્ર લાગે છે. મને એ ગમતું જ નથી એટલે હું ક્યારેય કોઈ લગ્નમાં જમતો નથી.