Get The App

મેં એક્સ બોયફ્રેન્ડનો ફોટો સળગાવ્યો હતો: અનન્યા પાંડેએ બ્રેકઅપ પર જુઓ શું કહ્યું

Updated: Oct 3rd, 2024

GS TEAM


Google News
Google News
મેં એક્સ બોયફ્રેન્ડનો ફોટો સળગાવ્યો હતો: અનન્યા પાંડેએ બ્રેકઅપ પર જુઓ શું કહ્યું 1 - image


Image: Facebook

Ananya Panday React on Breakup: એક્ટ્રેસ અનન્યા પાંડે એક વખત ફરી ચર્ચામાં આવી ગઈ છે. તે આ વખતે પોતાની પર્સનલ લાઈફને લઈને છવાઈ ગઈ છે. તેણે થોડા સમય પહેલા થયેલા પોતાના બ્રેકઅપ અંગે વાત કરી. તેણે જે જણાવ્યુ તે સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા. ઘણી વખત અનન્યા પાંડે પોતાના ફેશન ટ્રેન્ડને લઈને સોશિયલ મીડિયા પર લોકોની પહેલી પસંદ રહે છે. દરમિયાન જ્યારે તેણે પોતાના બ્રેકઅપને લઈને ખુલાસો કર્યો તો કોઈને વિશ્વાસ થયો નહીં. અનન્યા પાંડે છેલ્લા 2 વર્ષથી એક્ટર આદિત્ય રોય કપૂરની સાથે રિલેશનશિપમાં હતી. પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયુ.

અનન્યા પાંડેએ બ્રેકઅપ પર ખુલીને કરી વાત

અનન્યા પાંડે ઘણી વખત પોતાના ઈન્સ્ટાગ્રામ પર કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે. તેના ચાહકો તેના જીવન વિશે ઘણું બધું જાણે છે. હવે અનન્યા પાંડેએ પોતાના જીવનને તે સત્ય જણાવ્યુ જેણે તેને ખૂબ દુ:ખ આપ્યુ. અનન્યાએ જણાવ્યુ, 'કંઈ પણ કાયમી હોતું નથી. જ્યારે દિલ તૂટે છે તો તમારે જ ઉકેલ મેળવવો પડે છે. માણસ તેનું સમાધાન ગમે તેમ કરીને કાઢી જ લે છે. દરેક માણસે મૂવ ઓન કરવું જોઈએ. મે પોતાના બ્રેકઅપના દર્દથી ઉભરવા માટે પોતાના એક્સનો ફોટો સળગાવી દીધો હતો પરંતુ હવે હુ આ બધુ કરતી નથી. દુનિયામાં માત્ર હુ એકલી આવી માણસ નથી જેણે આ બધુ કર્યું છે કે જેનું બ્રેકઅપ થયુ છે પરંતુ હા આ ફ્રસ્ટેશન કાઢવાની સારી રીત છે.' હવે સોશિયલ મીડિયા પર ચાહકો તેના આ નિવેદનને આદિત્ય રોય કપૂર સાથે જોડી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે.

એક યુઝરે લખ્યું, 'અનન્યા અમે જાણીએ છીએ કે તે આદિત્ય રોય કપૂરને સાચો પ્રેમ કર્યો હતો.' બીજા યુઝરે લખ્યું, 'આદિત્ય અને અનન્યાની ઉંમરમાં મોટું અંતર હતું તો આ થવાનું જ હતું.' ત્રીજાએ લખ્યુ, 'અનન્યા તુ પણ અમારા લોકો જેવી જ છો એક્સની ફોટો સળગાવવાથી ખરેખર સુકૂન મળે છે.' એક અન્ય યુઝરે લખ્યું, 'અનન્યા તુ જલ્દી લગ્ન કરી લે જેથી તારા એક્સ એટલે કે આદિત્ય રોય કપૂરને ખબર પડે કે તેણે શું ગુમાવી દીધું.'

Tags :