Get The App

મેં હદ વટાવી, દારૂડિયો બની ગયો હતો...', બોલિવૂડના સફળ કોમેડિયનની ચોંકાવનારી કબૂલાત

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
મેં હદ વટાવી, દારૂડિયો બની ગયો હતો...', બોલિવૂડના સફળ કોમેડિયનની ચોંકાવનારી કબૂલાત 1 - image


મેં હદ વટાવી, દારૂડિયો બની ગયો હતો...', બોલિવૂડના સફળ કોમેડિયનની ચોંકાવનારી કબૂલાત 2 - image

Shocking Confession Of Johnny Lever: જોની લીવર બોલિવૂડનો મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર છે. પોતાની દમદાર એક્ટિંગ અને શાનદાર કૉમિક ટાઈમિંગથી દરેક રોલને જીવંત કરી દે છે. જોની લીવર અસંખ્ય ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોને ઈમ્પ્રેસ કરી ચૂક્યો છે. તે છેલ્લા 40 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. આજે તેની કરોડોમાં કમાણી છે. તે લેવિશ લાઈફ જીવે છે. પરંતુ આ મુકામ સુધી પહોંચવામાં એક્ટરે અનેક પડકારોનો સામનો કર્યો છે. હવે બોલિવૂડના આ સફળ કોમેડિયને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, 'એક સમયે હું દારૂડિયો બની ગયો હતો.' 

હું નશામાં ધૂત રહેતો હતો

જૂના દિવસોને યાદ કરતા એક્ટરે કહ્યું કે, અચાનક મળેલી સક્સેસની મારી લાઈફસ્ટાઈલ અને હેલ્થ પર ખરાબ અસર પડી. એક્ટરે કહ્યું કે, મારો શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. ઘણી વખત હું ખૂબ જ થાર અનુભવતો હતો. હું દિવસે ફિલ્મોનું શૂટિંગ કરતો હતો અને રાત્રે શો નું પરફૉર્મન્સ આપતો હતો. હું ખૂબ જ દારૂ પીવા લાગ્યો હતો. હું નશામાં ધૂત રહેતો હતો. 

મેં હદ વટાવી દીધી હતી

એક્ટરે આગળ કહ્યું કે, હું લોકોને વિનંતી કરું છું કે, પ્લીઝ લિમિટમાં દારૂ પીવો. મેં હદ વટાવી દીધી હતી. હું દારૂડિયો બની ગયો હતો. હું ચોપાટી પર બેસીને સવારે 4:00 વાગ્યા સુધી દારૂ પીતો હતો. ઘણી વખત તો પોલીસ આવી જતી હતી અને જ્યારે તે મને ઓળખી જતી હતી તો હંસીને કહેતા કે અરે જોની ભાઈ, અને પછી મને ગાડીમાં બેસાડી દેતા હતા અને સેફ્લી પીવા દેતા હતા. 

આ પણ વાંચો: 'દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત', ટ્રમ્પના 'ડેડ ઈકોનોમી' વાળા નિવેદન બાદ બોલ્યા PM મોદી

હવે છેલ્લા 24 વર્ષથી મેં દારૂ નથી પીધો

જોનીએ વધુમાં કહ્યું કે, સક્સેસ તમારા મગજને અસર કરે છે. એક સમય એવો હતો જ્યારે મારા વિના કોઈ ફિલ્મ નહોતી બનતી. હું ઈન્ટરનેશનલ શૉ પણ કરી રહ્યો હતો અને સતત ટ્રાવેલ પણ કરી રહ્યો હતો. આ બધામાં મેં મારી જાતને ગુમાવી દીધી હતી. પરંતુ પછી મેં દારૂ છોડવાનો નિર્ણય લીધો અને હવે છેલ્લા 24 વર્ષથી મેં દારૂ નથી પીધો. તમને જણાવી દઈએ કે, જોની લીવરના આ ખુલાસા દરમિયાન તેની દીકરી જેમી લીવર પણ તેની સાથે હતી. 

Tags :