હૃતિક રોશન-પ્રભાસ આગામી ફિલ્મમાં સાથે કામ કરશે
- એકશનથી ભરપૂર ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 06 જુલાઈ 2020, સોમવાર
હૃતિક રોશન અને પ્રભાસની જોડી રૂપેરી પડદે સાથે દેખાવાની છે. મળેલા રિપોર્ટના અનુસાર આ ફિલ્મ એકશનથી ભરપુર હશે અને ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી ઓમ રાઉતની હશે.
કહેવાય છે કે, આ મેગા બજેટ ફિલ્મ માટે પ્રભાસે કામ કરવાની તૈયારી દર્શાવી દીધી છે. નિર્માતા-દિગ્દર્શક જલદી જ આ ફિલ્મની ઘોષણા કરે તેવી શક્યતા છે. પ્રભાસે ફિલ્મ બાહુબલીથી ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે તેમજ હૃતિક તો બોલીવૂડનો એકશન સ્ટાર ગણાય છે.
આ એક બિગ બજેટ ફિલ્મ હશે એટલું જ નહીં ંઆ ફિલ્મ રૂપિયા ૩૦૦ કરોડનું કલેકશન આસાનીથી કરી આપશે તેવી પણ નિર્માતાને આશા છે.
દિગ્દર્શક ઓમ રાઉત એકશન ફિલ્મ બનાવામાં નિપુણ છે. તેમની ડાયરેકટ કરેલી ફિલ્મ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી અને સારું કલેકશન પણ કર્યું હતું.