હૃતિક રોશને વધુ એક ખિતાબ પોતાના નામે કર્યો
- અભિનેતા 2019ના ટોપ પાંચ હેન્ડસમ પુરુષોની યાદીમાં મેળવ્યું પ્રથમ સ્થાન
મુંબઇ,તા. 14 ઓગસ્ટ 2019, બુધવાર
મિલેનિયલ સુપરસ્ટાર હૃતિક રોશન ફકત ભારતમાં જ નહી પરંતુ દુનિયામાં પોતાના અભિનય તેમજ લુક માટે જાણીતો છે. હાલમાં જ તેને ' ટોપ ફાઇવ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ધ વર્ર્લ્ર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
હૃતિક ગ્રીક ગોડ તરીકે પણ જાણીતો છે. તેનું વ્યક્તિત્વ સહુ કોઇને આંજી દે તેવું છે. ઓગસ્ટ ૨૦૧૯માં જ તેણે આ સમ્માન મેળવ્યું છે, જેનો તે હકદાર છે. તેમાં કોઇ શંકા નથી કે હૃતિક સૌથી વધુ હેન્ડસમ દેખાય છે અને પ્રશંસકોની વચ્ચે તેની પર્સનાલિટી અને લુક લોકપ્રિય છે.
તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરતી હોય છે. હાલની તેની રીલિઝ થયેલી 'સુપર ૩૦'ને પણ બહોળો પ્રતિસાદ મળ્યો છે. અભિનેતા હવે એકશન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇગયો છે.