Get The App

હૃતિક રોશન ધુરંધરમાં દર્શાવાયેલાં પોલિટિક્સની ટીકા કરીને ફસાયો

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
હૃતિક રોશન ધુરંધરમાં દર્શાવાયેલાં પોલિટિક્સની ટીકા કરીને ફસાયો 1 - image

- હૃતિકના અભિપ્રાય માટે સબા આઝાદને ટ્રોલ કરાઈ

- જોકે, હૃતિકે બીજી પોસ્ટમાં ફિલ્મની અતિશય પ્રશંસા કરી વાત વાળી લીધી

મુંબઇ : હૃતિક રોશને એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર  ફિલ્મ 'ધુરંધર'ની પ્રશંસા કરતી પોસ્ટ સાથે એવી ટિપ્પણી કરી હતી કે જોકે તે આ ફિલ્મમાં દર્શાવાયેલા રાજકારણ સાથે સંમત નથી.  ફિલ્મ સર્જકોની પણ કોઈ જવાબદારી હોય છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કોંગ્રેસનાં વડપણ હેઠળની યુપીએ સરકાર માટે કેટલીક માઠી ટિપ્પણીઓ કરાઈ છે અને આ સરકાર દેશહિતમાં નહિ વિચારતી હોવાના ડાયલોગ પણ મૂકાયા છે. 

હૃતિકની આ પોસ્ટ તરત જ વાયરલ થઈ હતી. કેટલાય લોકોએ હૃતિકે 'ફિઝા' અને 'કાશ્મીર ફાઈલ્સ' જેવી ફિલ્મોમાં ભજવેલી ભૂમિકાઓ યાદ કરી તે પાકિસ્તાનીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે કે શું તેવા સવાલો કર્યા હતા. કેટલાક તેના આ અભિપ્રાયો તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને જવાબદાર હોવાનું ઠેરવ્યું હતું. સબા આઝાદે જેએનયુનાં આંદોલનમાં ભાગ લીધો હોવાના વિડીયો વાયરલ કર્યા હતા અને તેને પણ ભારે ટ્રોલ કરી હતી. 

જોકે, બાદમાં હૃતિકે 'એક્સ' પ્લેટફોર્મ પર અન્ય એક પોસ્ટ મૂકી આ ફિલ્મનાં તથા તેના સર્જક આદિત્ય  ધરનાં પેટભરીને વખાણ કર્યાં હતાં અને તેમાં પોલિટિક્સનો એન્ગલ ટાળ્યો હતો. 

દરમિયાન આ ફિલ્મ પાકિસ્તાન વિરોધી હોવાથી બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયામાં તેના પર પ્રતિબંધ મૂકાયો હોવાના પણ અહેવાલો છે.