સુપર સ્ટાર રિતિક રોશનને ટાલ પડવા માંડી છે, કેઆરકેએ વિડિયો શેર કરીને કર્યો દાવો
મુંબઈ,તા.16.ઓક્ટોબર,2022 રવિવાર
બોલીવૂડ સ્ટાર્સ પોતાના લૂકનુ કાયમ ધ્યાન રાખતા હોય છે.ખાસ કરીને કેમેરા સામે આવવાનુ હોય તો કોઈ કમી ના રહી જાય તે બાબતે એકટર્સ અને એક્ટ્રેસ ચોક્કસ રહેતા હોય છે.
તેમનુ ધ્યાન રાખવા માટે એક ટીમ પણ રહેતી હોય છે.આમ છતા બોલીવૂડ સુપર સ્ટાર રિતિક રોશનનો એક એવો વિડિયો સામે આવ્યો છે જેના કારણે રિતિકને ટાલ પડવા માંડી હોવાની ચર્ચા શરુ થઈ ગઈ છે.
બોલીવૂડના વિવાદાસ્પદ ક્રિટિક કમાલ આર ખાન એટલે કે કેઆરકેએ આ વિડિયો શેર કર્યો છે .જેમાં રિતિક કોઈ ફન્કશનમાં નજરે પડે છે.તેને પાછળથી પાપા રાઝી કેમેરામાં કેદ કરે છે અને એ દરમિયાન ઉતારાયેલા એક વિડિયોમાં રિતિક રોશનના માથાના પાછળના ભાગમાં ટાલ દેખાય છે અને આ વિડિયો શેર કરીને કેઆરકેએ કોમેન્ટ કરી છે કે, રિતિક રોશન પોતાનો હેર પેચ લગાવવાનુ ભુલી ગયો છે.
જોકે એકટરના ચાહકોએ કેઆરકેને જતો જવાબ આપતા કહ્યુ હતુ કે, રિતિકે બ્રેન સર્જરી કરાવ્યા બાદ માથાનો થોડો હિસ્સો ખુલ્લે દેખાય છે.તારા જેવા ડાઉનગ્રેડ લોકોને આ અજીબ લાગતુ હશે.
When #HrithikRoshan did forget to wear his hair patch.🤪😁💃 pic.twitter.com/4Gz72Ui3dA
— KRK (@kamaalrkhan) October 15, 2022