વૈભવી લાઇફસ્ટાઇલ જીવનાર રિશી કપૂર પરિવાર માટે કેટલી મિલકત છોડી ગયા ?
- કપૂર ખાનદાનના આ નબીરા પાસે રોકડ, આલિશાન ફ્લેટ તેમજ લકઝરિયસ કારનો કાફલો હતો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 02 મે 2020, શનિવાર
કપૂર પરિવાર ધનાઢ્ય પરિવારોમાંનું એક હતું. તેની પાસે ધન દોલત, સ્થાયી અસ્થાયી મિલકતનો તોટો નહોતો. જેના વારસદાર હાલ તો પત્ની નીતુ અને તેના સંતાનો છે. મીડિયા રિપોર્ટસની માનીએ તો રિશી પાસે કુલ મળીને લગભગ રૂપિયા ૩૦૦ કરોડ ધરાવતા હતા.
મુંબઇના વૈભવી વિસ્તાર બાંદરાના પાલીહિલમાં તેનો આલિશાન ઘર આવેલું છે. તે રહેતો હતો તે બિલ્ડિંગનું નામ કૃષ્ણા રાજ છે. જે લગભગ એક એકરની જમીન પર બનેલું છે. તેના ઘરમાં સ્વિમિંગ પુલ, થિયેટર સિસ્ટમ અને અન્ય લકઝરી સુવિધાઓ છે.
રિશી વિવિઘ કારના શોખીન હતા અને તેની રોયલ એસયૂવી અને ઓડી ફેવરિટ કાર હતી. આ ઉપરાંત તેમની પાસે પોર્સે, બેન્ટલી, બીએમડબલ્યુ જેવી અનેક કારનું કલેકશન હતું જેની કિંમત કરોડોમાં અંકાય છે.
રિપોર્સના અનુસાર, રિશીની વરસની કમાણી લગભઘ રૂપિયા ૨૦ કરોડ હતી. ફિલ્મોમાં એકટિંગ ઉપરાંત તે નિર્માતા તેમજ દિગ્દર્શક પણ રહ્યો છે. એટલું જ નહિં તેણે વિવિધ વ્યવસાયમાં પણ પાર્ટનરશિપ રાખી હતી. આ સિવાય તે વિજ્ઞાાપનો દ્વારા પણ રૂપિયા કમાતો હતો.