એક ફિલ્મથી કેટલું કમાય છે અમિતાભ બચ્ચન? ચોથા સૌથી અમીર સ્ટાર, રિયલ એસ્ટેટથી થાય છે કમાણી
Amitabh Bachchan Net Worth: અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ માનવામાં આવે છે. તેમણે પોતાના કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. બિગ બી 82 વર્ષની ઉંમરમાં પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.સાથે તેઓ ઉત્તમ જીવન જીવી રહ્યા છે અને ખૂબ જ ધનવાન પણ છે. ચાલો જાણીએ કે અમિતાભ બચ્ચનની નેટવર્થ કેટલી છે...
અમિતાભ બચ્ચનની નેટવર્થ કેટલી?
હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024ના અનુસાર, અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન, જૂહી ચાવલા અને હૃતિક રોશન પછી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચોથા સૌથી શ્રીમંત મેગાસ્ટાર છે. અમિતાભ બચ્ચનની કુલ નેટવર્થ 1600 કરોડ રૂપિયા છે. ફિલ્મો સિવાય, 82 વર્ષના સુપરસ્ટાર ટીવી, એડ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ સહિત ઘણા અન્ય સ્ત્રોતો દ્વારા આવક મેળવે છે.
અમિતાભ બચ્ચન કેટલી ફી વસૂલે છે?
રિપોર્ટ્સ મુજબ ,બિગ બી પોતાની દરેક ફિલ્મ માટે લગભગ 10-12 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. તેઓ ઘણી બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે જેમ કે ડૉ. ફિક્સિટ, ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસ, જસ્ટ ડાયલ, ડાબર ચ્યવનપ્રાશ, ગુજરાત ટૂરિઝમ, આઇડીએફસી ફર્સ્ટ બેન્ક અને અન્ય. દિગ્ગજ અભિનેતા એક એડ માટે લગભગ 5-8 કરોડ રૂપિયાની ફી લે છે. વર્ષમાં લગભગ પાંચથી છ મહિના સુધી અમિતાભ બચ્ચન નેશનલ ટેલિવિઝન પર 'કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરતા જોવા મળે છે. કહેવાય છે કે તે શોના એક સીઝનથી લગભગ 40-50 કરોડ રૂપિયા કમાય છે.
અમિતાભ બચ્ચનનું રિયલ એસ્ટેટ રોકાણ
શું અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે KBC 17?
અમિતાભ બચ્ચન છેલ્લે 'કૌન બનેગા કરોડપતિ 16'ને હોસ્ટ કરતા જોવા મળ્યા હતા, જે 12 ઓગસ્ટ, 2024થી 11 માર્ચ, 2025 સુધી સાત મહિના સુધી ચાલી હતી. દિગ્ગજ સુપરસ્ટાર આ વર્ષે સોની ટીવી પર KBC 17ના હોસ્ટ તરીકે કમબેક કરશે. બચ્ચને ત્રીજા સીઝનને બાદ કરતાં ક્વિઝ-આધારિત ગેમ શોના બધા સીઝન્સની હોસ્ટિંગ કરી છે. શાહરૂખ ખાને KBCના ત્રીજા સીઝનને હોસ્ટ કર્યો હતો.