દેશમાં જ નહીં વિદેશમાં પણ નોટો છાપી રહી છે 'હાઉસફુલ 5', જાણો કેટલી કરી કમાણી
Housefull 5 Worldwide Collection: તરુણ મનસુખાની દ્વારા દિગ્દર્શિત અને અભિનેતા અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચનની 'હાઉસફુલ 5 ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ કોમેડી ફિલ્મ જેટલી સારી કમાણી ભારતમાં કરી રહી છે, એટલી જ બમણી ઝડપથી કમાણી વિશ્વભરમાં કરી રહી છે. સાથે 'સિતારે જમીન પર', 'માં' અને 'કન્નપ્પા' જેવી ફિલ્મો સામે પણ એક પડકાર ઊભો કરી રહી છે. ચાલો જાણીએ કે ફિલ્મે ગઈકાલે એટલે કે ગુરુવારે વર્લ્ડવાઇડ કેટલું કલેક્શન કર્યું.
આ પણ વાંચો : કમલ હાસન અને આયુષ્માન ખુરાના સહિત 534 ગ્લોબલ સેલેબ્સને મળ્યું ઓસ્કરનું આમંત્રણ
હાઉસફુલ 5નું 21 દિવસમાં વર્લ્ડવાઇડ કલેક્શન
કિલર કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 5'ની દુનિયાભરમાં શરૂઆત ખૂબ સારી રહી હતી. ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઇડ 40 કરોડથી ખાતું ખોલ્યું હતું, જે હજુ સુધી યથાવત છે. આ ફિલ્મને આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર'થી પણ કોઈ અસર પહોંચી નહીં. એક રિપોર્ટ મૂજબ બૉક્સ ઓફિસ પર બુધવારે 271 કરોડની કમાણી કરનાર હાઉસફુલ 5એ ગુરુવારે પણ કરોડોનું બિઝનેસ કર્યું. જણાવી દઈએ કે 21મા દિવસે માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં પણ ફિલ્મે 1 કરોડની આસપાસનું કલેક્શન કર્યું. વર્લ્ડવાઇડ હાઉસફુલ 5નું કલેક્શન હવે 272.15 કરોડ સુધી પહોંચી ગયું છે.
'હાઉસફુલ 5'ના બજેટ પછી મેકર્સને કેટલો પ્રોફિટ?
જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી અને ચિત્રાંગદા સિંહ સ્ટારર આ ફિલ્મનું કુલ બજેટ 240 કરોડની આસપાસ હતું. વર્લ્ડવાઇડની કમાણીમાંથી મેકર્સને 32.15 કરોડનો પ્રોફિટ થયો છે. ફિલ્મના ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ, તો હાઉસફુલ 5એ માત્ર વિદેશોમાં જ 58 કરોડ સુધીનું બિઝનેસ કર્યો છે.