app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

હોલીવુડ સિંગર લેડી ગાગાના કુતરા પર ગોળીઓ ચલાવી હત્યા કરનાર આરોપીને કોર્ટે 21 વર્ષની સજા કરી

આ મામલો વર્ષ 2021માં બન્યો હતો જયારે લેડી ગાગાના ડૉગ વોકર પર હુમલો કરાયો હતો

આરોપીનું નામ જેમ્સ હૉવર્ડ જેક્શન હતું અને તેણે પોતાના બે મિત્રો સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હતો

Updated: Dec 6th, 2022

મુંબઈ, 06 ડિસેમ્બર 2022, મંગળવાર 

હોલીવુડની ગાયક લેડી ગાગાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. લેડી ગાગાના કુતરા પર ગોળી ચલાવનારને કોર્ટે 21 વર્ષની સજાની સુનવણી કરી છે. આ મામલો વર્ષ 2021માં બન્યો હતો અને કોર્ટે આ મામલે હવે ચુકાદો આપી દીધો છે. આરોપીનું નામ જેમ્સ હૉવર્ડ જેક્શન હતું અને તેણે પોતાના બે મિત્રો સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના ગત વર્ષ ફેબ્રુઆરીમાં બની હતી.

લેડી ગાગાના કુતરાની હત્યા કરનાર વ્યક્તિને મળી સજા
આ ઘટના વર્ષ 2021ની છે જયારે લેડી ગાગાના ફ્રેન્ચ બુલડૉગ પર ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. હુમલો કરનાર આરોપીનું નામ જેમ્સ હૉવર્ડ જેક્શન હતું. જેન ગત ફેબ્રુઆરીમાં તેમના સાથીદાર સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટના અનુસાર જેક્સને હોલીવુડ સ્ટ્રીટ પર રાયન ફિશર પર અટેક કર્યો હતો જે લેડી ગાગાના ત્રણ પાલતુ કુતરાને ટહેલવા માટે લઇ ગયો હતો. આ દરમિયાન જ આરોપીએ ડૉગ વૉકર પર ગોળી ચલાવીને હુમલો કર્યો હતો. જેક્સન સિવાય આ ઘટનાને અંજામ આપેલા અન્ય સાથી પણ જેલમાં છે.

કાનૂન પર ભરોસો હોય છે તેને ન્યાય મળે છે
કોઈએ સાચું જ કીધું છે કે ન્યાય મળવામાં ખુબ જ સમય લાગે છે પણ કાનૂન પર ભરોસા રાખનાર વ્યક્તિને ન્યાય જરૂર મળે છે. લેડી ગાગાના કુતરાને પણ બે વર્ષ બાદ ન્યાય મળ્યો છે. ઉમ્મીદ છે કે ભવિષ્યમાં લોકો માસુમ જાનવરો સાથે આવી ઘટનાને અંજામ આપતા પહેલા ડરશે.

Gujarat