Get The App

રણવીર કરતાં તેની હિરોઈન 20 વર્ષ નાની : ભારે ટ્રોલ થયો

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
રણવીર કરતાં તેની હિરોઈન 20 વર્ષ નાની : ભારે ટ્રોલ થયો 1 - image


- કેટલાકે લખ્યુ પિતા-પુત્રીની  જોડી લાગે છે

- ધુરંધરની હિરોઈન સારા સાઉથના  કલાકારની દીકરી : ટોચની બાળકલાકાર રહી ચૂકી છે

મુંબઇ : 'ધુરંધર' ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલિઝ થયા બાદ બોલીવૂડમાં મોટી ઉંમરના હિરો અને તેના કરતાં અડધી ઉંમરની હિરોઈનનો વિવાદ ફરી શરુ થયો છે. આ ફિલ્મની હિરોઈન સારા અર્જુન હાલ ૨૦ વર્ષની છે જ્યારે રણવીર ૪૦ વર્ષનો છે. અનેક લોકોએ રણવીરને આ માટે ટ્રોલ કરીને કહ્યું છે કે તેઓ હિરો હિરોઈન નહિ પરંતુ બાપ દીકરી જેવાં વધારે લાગે છે. કેટલાકે રણવીર સારાનો અંકલ લાગતો હોવાની પણ ટિપ્પણી કરી છે. 

સારા સાઉથના કલાકાર જય અર્જુનની દીકરી છે. જય અર્જુન 'સિક્રેટ સુપરસ્ટાર ' સહિતની ફિલ્મોમાં જોવા મળ્યો હતો. સારા પોતે બહુ ટોચની ચાઈલ્ડ આર્ટિસ્ટ રહી ચૂકી છે. 'પોન્નિઈન સેલ્વન' ફિલ્મમાં તેણે ઐશ્વર્યાની નાનપણની ભૂમિકા ભજવી હતી. 

બોલીવૂડમાં મોટી વયના હિરો તથા નાની વયની હિરોઈનનો વિવાદ નવો નથી. થોડા સમય પહેલાં અક્ષય કુમાર પણ 'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મમાં પોતાનાથી ૨૭ વર્ષ નાની માનુષી છિલ્લર સાથે કામ કરવા બદલ ટ્રોલ થયો હતો. 

Tags :