શાહરૂખ ખાનની વેબ સિરીઝ 'બેતાલ' પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
- કોપીરાઈટને મામલે કરાયેલા કેસમાં રાહત આપી નહીં
મુંબઈ, તા. 24 મે 2020, રવિવાર
બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની રેડ ચિલીઝ નિર્મિત 'બેતાલ' નામની આગામી વેબ સિરીઝના રિલીઝ આડેનો અવરોધ દૂર થયો છે. નેટ ફ્લિકસ અને રેડ રિલીઝ એન્ટરટેઈન્મેન્ટ તાસુધના કોપીરાઈટના કેસમાં હાઈકોર્ટે અરજદારને હાલ કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. નેટફ્લિકસ પર રવિવારે વિશ્વભરમાં રજૂ થનારી બેતાલની રિલીઝ પર સ્થગિતી લાદવાની માગણી હાઈકોર્ટમાં ફગાવાઈ હતી.
મરાઠી ફિલ્મના પટકથાકાર સમીર વાડેકર અને મહેશ ગોસાવીએ આ અરજી દાખલ કરી હતી. પોતાની 'વેતાળ' કથા ચોરાઈ હોવાનો આરોપ અરજીમાં કરાયો હતો. અરજદારે પોતાની કથાના કોપીરાઈટ મેળવીને એસોસિએશનમાં રજિસ્ટર પણ કરાયું હોવાનો દાવો કરાયો હતો. જ્યારે નેટફ્લિકસ પર 'બેતાલ'નું ટ્રેલર રજૂ થયું ત્યારે તેને પોતાની મૂળકથકા સાથે સામ્યતા જણાયું હતું.
વેબ સિરીઝના એક નિર્માતાના પોતે સમર્થકમાં હતો અને આ કથા તેને સંભળાવી હતી તથા એક ફિલ્મ ઉતારવાની પણ તૈયારી દાખવી હતી, એમ અરજદારે જણાવ્યું હતું. રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ આ કથા કાલ્પનિક હોવાનો દાવો કર્યો હતો. વિક્રમ અને વેતાળની કથા બધાએ નાનપણથી સાંભળી છે. આથી આ સંકલ્પના પર કોઈ દાવો માંડી શકે નહીં, એવી દલીલ કરાઈ હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સ્થગિતી આપવાની માગણી ફગાવી હતી.