જેઠાલાલ-બબીતાએ TMKOC છોડ્યું? અસિત કુમાર મોદીએ આપ્યો જવાબ
Taarak Mehta Ka Ooltah Chashmah: સોની સબ ચેનલની જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન પૂરું પાડી રહી છે. આ સીરિયલની મજબૂત ફેન ફોલોઇંગ છે. સીરિયલમાં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીની જોડીને સૌ કોઈ જાણે છે.
હાલના લેટેસ્ટ એપિસોડમાં તેમની ગેરહાજરીને કારણે એવી અફવાઓ ફેલાઈ હતી કે તે બંનેએ આ સીરિયલમાં કામ કરવાનું છોડી દીધું છે. પણ હવે અફવાઓ પર પૂર્ણવિરામ લગાવતા સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.
શું કહ્યું અસિત મોદીએ ?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'આજનું સોશિયલ મીડિયા ખૂબ નેગેટિવ થઈ ગયું છે, જ્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સંપૂર્ણપણે પોઝિટિવ સીરિયલ છે, ફેમિલી શો છે, જે ઘરે ઘરે મનોરંજન આપે છે. તે સીરિયલના વિશે લોકોએ પોઝિટિવ વિચારવું જોઈએ. નાની-નાની વાતો પર અફવા કે જાણ્યાવગરની વાતો ન કરવી જોઈએ'
અફવાઓ પર અસિત મોદીની સ્પષ્ટતા
દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાના સંદર્ભમાં અસિતે સ્પષ્ટ કર્યું, "એવું કંઈ નથી, બધા અમારી ટીમનો ભાગ છે. તે બંને વ્યક્તિગત કારણોસર તે સમયે હાજર ન હતા'