Get The App

હર્ષવર્ધન રાણેએ સનમ તેરી કસમ ટુમાં કામ કરવાનો ઇન્કાર કર્યો

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
હર્ષવર્ધન રાણેએ સનમ તેરી કસમ ટુમાં કામ કરવાનો ઇન્કાર કર્યો 1 - image


- ભારત-પાકિસ્તાન વચ્ચેની તાણ વધતા જવાથી પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવા તૈયાર નહીં

મુંબઇ : હર્ષવર્ધન રાણેની લીડ રોલની સનમ તેરી કસમ હાલમાં ફરી રિલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી.  દર્શકોને અભિનેતાનો અભિનય પસંદ પડયો હતો. આ પછી સનમ તેરી કસમ ટુની તૈયારી થઇ રહી છે. તેવામાં અભિનેતાએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યો છે. મૂળ ફિલ્મમાં તેની સાથે પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકોન્સની જોડી બની હતી.જો હવે આગામી ફિલ્મમાં પણ આ જ સ્ટારકાસ્ટ રહેવાની  હોય તો તેણે કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે.  ભારત-પાકિસ્તાન વચ્ચે વધતી જતી તાણને જોઇને તેણે પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે તેણે આ ફિલ્મમાંથી નીકળી જવાનો ફેંસલો કર્યો છે. 

અભિનેતાએ શનિવારે જણાવ્યુ ંહતું કે, સનમ તેરી કસમ ફિલ્મ રિ-રિલીઝમાં મારા અભિનયને વખાણવામાં આવ્યો હતો તેનાથી મને આનંદની સાથેસાથે ગર્વ પણ થયો છે. જો મૂળ ફિલ્મની અભિનેત્રી ફરી મારી ઓપોઝિટ રહેવાની હોય તો મને આ ફિલ્મમાં કામ કરવામાં રસ નથી.તેથી  હાલની ભારત-પાકિસ્તાના સંઘર્ષને લઇને મેં સનમ તેરી કસમ ટુમાં કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શનના કારણે ભૂલ ચુક માફ. વેરી પારિવારિક, અબીર ગુલાલ ફિલ્મો પર પણ ગંભીર અસર થઇ છે. 

Tags :