Happy Birthday Prachi Desai: TVથી લઈને બોલીવુડ સુધી છવાઈ પ્રાચી દેસાઈની અદાકારી, આ પરિણીત ડાયરેક્ટર સાથે જોડાઈ ચૂક્યુ છે નામ
Image Source: Facebook
મુંબઈ, તા. 12 સપ્ટેમ્બર 2023 મંગળવાર
12 સપ્ટેમ્બર 1988ના દિવસે ગુજરાતના સુરતમાં પ્રાચી દેસાઈનો જન્મ થયો હતો. પંચગનીના સેન્ટ જોસેફ કોન્વેન્ટથી સ્કુલિંગ કરનાર પ્રાચી બાળપણથી જ એક્ટિંગની દુનિયામાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગતી હતી. આ કારણસર તેણે પોતાનું ફોકસ પોતાના કરિયર પર રાખ્યુ.
આ શો થી ટીવીની દુનિયામાં મૂક્યો પગ
પ્રાચી દેસાઈએ સીરિયલ 'કસમ સે' થી ટીવીની દુનિયામાં કરિયરની શરૂઆત કરી હતી, તે સમયે તેની ઉંમર લગભગ 17 વર્ષ હતી. આ સીરિયલે જ પ્રાચીને દરેક ઘરમાં ફેમસ કરી દીધી, જ્યારે 3 વર્ષ બાદ આ શો ખતમ થયો તો પ્રાચીની પાસે ઓફર્સની લાઈન લાગી ગઈ અને તે ટીવીની દુનિયાનું જાણીતુ નામ બની ગઈ. તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 2 માં પણ પોતાનો દમ બતાવી ચૂકી છે.
પહેલી જ ફિલ્મમાં કરી ધમાલ
પ્રાચી દેસાઈ જ્યારે કસમ સે સીરિયલમાં કામ કરી રહી હતી, તે દરમિયાન તેને રોક ઓન ફિલ્મમાં કામ કરવાની તક મળી. વર્ષ 2008માં રિલીઝ થયેલી આ ફિલ્મ સુપરહિટ રહી, જેનાથી પ્રાચીના કરિયરમાં ચાર ચાંદ લાગી ગયા.
આ ફિલ્મોમાં પણ અદાકારી બતાવી
પ્રાચીએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાની અદાકારીથી લોકોના મન જીત્યા. અત્યાર સુધીમાં તે લાઈફ પાર્ટનર, તેરી મેરી કહાની, રોક ઓન 2, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, કાર્બન, અજહર, પોલીસગીરીની સાથે સાથે આઈ મી ઔર મેં વગેરે ફિલ્મોમાં પોતાની અદાઓનો જાદુ બતાવી ચૂકી છે. તાજેતરમાં જ તેણે ફિલ્મ ફોરેન્સિકથી ઓટીટીની દુનિયામાં પણ પગ મૂક્યો છે.
આ પરિણીત ડાયરેક્ટર સાથે જોડાઈ ચૂક્યુ છે નામ
રિપોર્ટ અનુસાર પ્રાચી દેસાઈનું નામ બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર પૈકીના એક રોહિત શેટ્ટી સાથે જોડાઈ ચૂક્યુ છે. કહેવાય છે કે જ્યારે બંને રિલેશનશિપમાં આવ્યા, તે સમયે રોહિત શેટ્ટી પરિણીત હતા. એક સમય તો એવો પણ આવ્યો હતો જ્યારે રોહિત શેટ્ટી પોતાની પત્ની માયા શેટ્ટી અને બાળકોને છોડવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. જોકે થોડા સમય બાદ રોહિત શેટ્ટી પોતાના પરિવાર પાસે પાછા ફર્યા અને તેમનો અને પ્રાચીનો સંબંધ તૂટી ગયો.