Get The App

Haddi Movie Trailer: ટ્રાન્સજેન્ડર બનીને છવાઇ ગયા નવાઝુદ્દીન સિદ્દીકી, ફિલ્મ હડ્ડીનું ભયાનક ટ્રેલર રિલીઝ

Updated: Aug 23rd, 2023

GS TEAM


Google News
Google News
Haddi Movie Trailer: ટ્રાન્સજેન્ડર બનીને છવાઇ ગયા નવાઝુદ્દીન સિદ્દીકી, ફિલ્મ હડ્ડીનું ભયાનક ટ્રેલર રિલીઝ 1 - image

નવી મુંબઇ,તા. 23 ઓગસ્ટ 2023, બુધવાર  

નવાઝુદ્દીન સિદ્દીકીની મચ અવેટેડ ફિલ્મ હડ્ડીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલાં સામે આવ્યો હતો, ત્યારથી આ ફિલ્મની તેની રાહ જોવાઈ રહી હતી. 

જોકે, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે, જે ખૂબ જ દમદાર છે અને ટ્રાન્સજેન્ડર બનેલા નવાઝુદ્દીને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જણાવી દીધી છે.

કેવુ છે ટ્રેલર ?

કેવુ છે ટ્રેલર ?

ફિલ્મ હડ્ડીના ટ્રેલરની શરૂઆત એક ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળેલા નવાઝુદ્દીન સિદ્દીકીના પાવરફુલ ડાયલોગથી થાય છે જેમાં તે કહે છે, " લોકો અમારાથી કેમ ડરે છે? અમારો આશીર્વાદ ખૂબ જ શક્તિશાળી હોય છે અને અમારો અભિશાપ ખૂબ જ ભયાનક, અને તેનાથી પણ વધુ ભયાનક છે... અમારો બદલો."

અક્ષત અજય શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં 300 ટ્રાન્સજેન્ડરોને કાસ્ટ કરવામાં આવ્યા છે.ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરના રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક ગેંગમાં જોડાવા માટે પ્રયાગરાજથી દિલ્હી જાય છે. તે ટ્રાન્સજેન્ડર અને તેના પરિવારનો બદલો લેવા માટે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થઇ જાય છે. આ ફિલ્મ એક ગંભીર વિષય પર આધારિત છે.

આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અનુરાગ કશ્યપની સાથે ઇલા અરુણ, મોહમ્મદ જીશાન અય્યુબ, સૌરભ સચદેવા, શ્રીધર દુબે, રાજેશ કુમાર, વિપિન શર્મા અને સહર્ષ શુક્લા જોવા મળશે. આ ફિલ્મ ZEE5 પર 7 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રીમિયર થશે. મહત્વનું છેકે, આ ફિલ્મનો ફર્સ્ટ લુક જ્યારે સામે આવ્યો હતો ત્યારે નવાઝુદ્દીન સિદ્દીકીને કોઇ ઓળખી શક્યુ નહોતુ.


Tags :