Get The App

રીલથી રિયલ સુધી... ગુજરાતની જાણીતી અભિનેત્રી અને અભિનેતા લગ્નગ્રંથીમાં બંધાશે

Updated: Nov 6th, 2024

GS TEAM


Google News
Google News
રીલથી રિયલ સુધી... ગુજરાતની જાણીતી અભિનેત્રી અને અભિનેતા લગ્નગ્રંથીમાં બંધાશે 1 - image


Malhar Thakar and Pooja Joshi Will Get Married: ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે.  આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળી છે.

લગ્નની જાહેરાત કરતા પૂજા જોષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લખ્યું કે, 'બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ.'

આ પણ વાંચો: પુષ્પા-ટુની રીલિઝની તડામાર તૈયારીઓ, છ શહેરોમાં ઈવેન્ટ થશે


ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબસિરીઝ 'વાત વાતમાં' સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ 'વીર ઈશાનું સિમંત' અને 'લગન સ્પેશ્યલ'માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

રીલથી રિયલ સુધી... ગુજરાતની જાણીતી અભિનેત્રી અને અભિનેતા લગ્નગ્રંથીમાં બંધાશે 2 - image

Tags :