OTT પ્લેટફોર્મ પર આ અઠવાડિયામાં રીલીઝ થશે આ શાનદાર ફિલ્મો અને વેબ સીરીઝ
સાઉથના સુપરસ્ટાર અજીત કુમારની એક્શન ફિલ્મ 'થુનિવુ' સિનેમાઘરો પછી OTT પર રીલીઝ થશે
રોમેન્ટિક કોમેડી હોલીવૂડ ફિલ્મ 'યોર પ્લેસ ઓર માઈન' ફેબ્રુઆરીના બીજા વીકમાં OTT પ્લેટફોર્મ પર રીલીઝ
Image Twitter |
તા. 6 ફ્રેબુઆરી, 2023, સોમવાર
ફેબ્રુઆરીનો સેકેંડ વીક OTT પ્લેટફોર્મ માટે ખુબ મહત્વનુ રહેશે. આ વીકમાં OTT પર કેટલીક ધામેકદાર ફિલ્મો અને વેબ સીરીઝ રીલીઝ થવાની છે. આ ફિલ્મો અને વેબ સીરીઝ જોવાનો આનંદ તમે ઘરે બેઠા માણી શકશો. આવો જાણીએ ફેબ્રુઆરીના બીજા વીકમાં કઈ ફિલ્મો અને વેબ સીરીઝ દર્શકોનું મનોરંજન પુરુ પાડશે.
ફર્જી(Farzi)
બોલીવૂડના સુપરસ્ટાર શાહિદ કપૂર વેબ સીરીઝ 'ફર્જી' થી ડીજીટલ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ સીરીઝમાં શાહિદ એક આર્ટીસ્ટ સનીની ભૂમિકા ભજવશે. શાહિદ સિવાય આ વેબ સીરીઝમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ અને અભિનેત્રી રાશિ ખન્ના પણ લીડ રોલમાં છે. શાહિદની આ વેબ સીરીઝ 10 ફેબ્રુઆરીના રોજ એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થવાની છે.
સલામ વેંકી(Salaam Venky)
ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી કાજોલની ફિલ્મ 'સલામ વેંકી' સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. મોટા પડદા પર રીલીઝ થયા બાદ હવે આ ફિલ્મ OTT પર રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ ZEE5 પર રીલીઝ થશે.
થુનિવુ(Thunivu)
સાઉથના સુપરસ્ટાર અજીત કુમારની એક્શન ફિલ્મ 'થુનિવુ' સિનેમાઘરો પછી OTT પર રીલીઝ થવા જઈ રહી છે. થુનિવુ ફુલ એક્શન મૂવી છે, જેમાં અજીત કુમારનો દમદાર અંદાજ જોવા મળશે. નેટફ્લીક્સ પર આ ફિલ્મ 8 ફેબ્રુઆરીએ રીલીઝ થવાની છે.
યોર પ્લેસ ઓર માઈન( Your Place or Mine)
રોમેન્ટિક કોમેડી હોલીવૂડ ફિલ્મ 'યોર પ્લેસ ઓર માઈન' ફેબ્રુઆરીના બીજા વીકમાં OTT પ્લેટફોર્મ પર રીલીઝ માટે રેડી છે. આ ફિલ્મ નેટફ્લીક્સ પર 10 ફેબ્રુઆરીએ ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે.