Get The App

ગોવિંદાની ભાણીએ ધર્માંતરણ કર્યું...? ખ્રિસ્તી ધર્મના અંગીકારની ચર્ચા વચ્ચે તોડ્યું મૌન

Updated: Mar 5th, 2025

GS TEAM


Google News
Google News
ગોવિંદાની ભાણીએ ધર્માંતરણ કર્યું...? ખ્રિસ્તી ધર્મના અંગીકારની ચર્ચા વચ્ચે તોડ્યું મૌન 1 - image


Actress Ragini Khanna: ગોવિંદાની ભાણી અને એક્ટ્રેસ રાગિની ખન્ના અંગે છેલ્લા દિવસોમાં અફવા ઉડી હતી કે, તેણે  ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. આ સમાચારે ચાહકોને હેરાન કરી દીધા હતા. થોડા સમય બાદ એવી પણ માહિતી મળી કે, તણે ફરી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. હવે આ મામલે એક્ટ્રેસ રાગિની ખન્નાએ મૌન તોડ્યું છે. તેણે આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, હું કટ્ટર હિન્દુ છું.  

એક્ટ્રેસે ખ્રિસ્તી ધર્મના અંગીકારની ચર્ચા વચ્ચે તોડ્યું મૌન

ધર્માંતરણની અટકળો પર એક ઈન્ટરવ્યૂમાં રાગિનીએ રિએક્ટ કર્યું છે. એક્ટ્રેસે જણાવ્યું કે, હું જીસસને માનું છું પરંતુ મેં ધર્માંતરણ નથી કર્યું. હું દર સન્ડે ચર્ચ જાઉં છું. હું માઉન્ટ મેરી જાઉં છું. હું મલ્ટી ફેથ પર્સન છું, પરંતુ મેં ક્યારેય ધર્માંતરણ નથી કર્યું. હું જન્મથી પંજાબી છું. જ્યારે હું લગ્ન કરીશ ત્યારે કદાચ મારો ધર્મ બદલાઈ જાય. હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માગતી. પરંતુ હું જીસસને પ્રેમ કરું છું. હું તેનામાં વિશ્વાસ કરું છું. 

 મારા નાની ખૂબ જ ધાર્મિક હતા

એક્ટ્રેસે આગળ કહ્યું કે, મારા નાની ખૂબ જ ધાર્મિક હતા. તેઓ બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરતા હતા. તેઓ સાધ્વી હતા. તેમણે ભગવા ધારણ કર્યું હતું. તેઓ એક્ટ્રેસ પણ હતા અને સિંગર પણ બન્યા. તેમણે સાધુના જેમ પોતાનું જીવન વીતાવ્યું. તેમના ઘરમાં કડક નિયમો હતા. તેમણે ખૂબ જ સાત્વિકતાથી અમને ઉછેર્યા છે. તેઓ અમારી ધરોહર છે. 

આ પણ વાંચો: મને કોઈ ફેર નથી પડતો...' સેમિફાઈનલ જીત્યા બાદ ટીકાકારો પર ભડક્યો ગૌતમ ગંભીર

રાગિનીએ જણાવ્યું કે, ગોવિંદાના બંને બાળકો સાથે મારા ખૂબ સારા સંબંધો છે. અમે જ્યારે પણ મળીએ છીએ, ત્યારે સારી વાતો કરીએ છીએ. હું તેમની સફળતા માટે પ્રાર્થના કરું છું.

Tags :