Get The App

ગોવિંદા શું છુપાવી રહ્યો છે? પોલીસને થઇ શંકા, ગોળી વાગવાની ઘટના પર ઊઠ્યાં સવાલ

Updated: Oct 2nd, 2024

GS TEAM

Google News
Google News
Govinda


Govinda Firing Case : ગોવિંદાથી ભૂલથી પોતાને પગમાં ગોળી વાગી ગઈ હતી. આ પછી ગોવિંદા સારવાર હેઠળ છે, જો કે, હાલ તેની તબિયત સારી છે અને તેને પણ આજે બુધવારે નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરાશે. ગોવિંદાની પત્ની સુનીતા આહુજાનું કહેવું છે કે, ડોક્ટર ગોવિંદાને 2 થી 3 દિવસમાં ઘરે જવાની પરવાનગી આપશે. જો કે ડૉક્ટરે 3-4 અઠવાડિયા આરામ કરવા કહ્યું છે. આ મામલે પોલીસ ગોવિંદાના પરિવાર સાથે વાત કરી રહી છે. જેમાં પોલીસે અભિનેતાની દીકરીનું નિવેદન પણ નોંધ્યું છે. પરંતુ પોલીસ ગોવિંદાએ આપેલા નિવેદનથી સંતુષ્ટ ન હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસને આ થિયરી હજમ ન થઈ

પોલીસનું માનવું છે કે, રિવોલ્વર પડ્યા પછી જમીનની સપાટી સ્તરે ફાયરિંગ થયું હોત. પરંતુ રિવોલ્વ ઊભી રહીને ઉપરની દિશા પર સીધુ ઘૂંટણ પર કેવી રીતે શૂટ કરી શકે છે? જેમાં પોલીસને આ થિયરી હજમ થઈ ન હતી. એવું પણ થઈ શકે છે કે રિવોલ્વર હાથમાં રહેતા ફાયરિંગ થયું હોય? પરંતુ આમ થયું ન હતું, તો શું ગોવિંદા કોઈ વાત છુપાવી રહ્યો છે? આમ જો આ સાચું છે તો તે કઈ વાત અને કેમ છુપાવી રહ્યો છે? 

પોલીસ ગોવિંદાને પૂછશે અનેક સવાલો

ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, ત્યારે પોલીસે તેનું પ્રાથમિક નિવેદન લીધું હતું. પરંતુ હવે પોલીસ અભિનેતાના છેલ્લા નિવેદનની રાહ જોઈ રહી છે. જેમાં પોલીસને આગળ જણાવેલા અનેક સવાલો છે. જ્યારે ગોવિંદાનું સ્વાસ્થ્ય સારુ થશે ત્યારે ફરી નિવેદન લેવામાં આવશે.

આ પણ વાંચો : ભૂલથી ગોળી ચાલી ગઈ, પણ હવે...: ધ્રૂજતાં સ્વરે બોલ્યા ગોવિંદા, ઓડિયો વાઇરલ

શું પોલીસથી કાઈ છુપાવે છે ગોવિંદા?

સમગ્ર ઘટનાને લઈને પોલીસને તેમના બધુ સવાલોના જવાબો હજુ સુધી મળ્યાં નથી. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે, જો ગોવિંદા રિવોલ્વરને ઘરમાં છોડીને બહાર જવાના હતા તો તે લોડેડ કેમ હતી? તેમણે રિવોલ્વરમાંથી બુલેટ્સ નિકાળીને કેમ ના રાખી? જેમાં પોલીસને શક પેદા થઈ રહ્યો છે, તેવામાં પોલીસને ઉમ્મીદ છે કે, સ્પોટ પર પંચનામુ કર્યા બાદ કોઈ મહત્ત્વનો ખુલાસો થઈ શકે. જ્યારે બેલેસ્ટિક રિપોર્ટ પરથી બુલેટની દિશા અને અંતર પણ જાણી શકાય છે. પોલીસ આ મામલાની તપાસમાં નિષ્ણાતોની મદદ પણ લઈ રહી છે. આ સવાલોને લઈને પોલીસ ફરી એકવાર ગોવિંદાનું નિવેદન નોંધશે.

Tags :