ગોલ્ડ સાઉદી અરેબિયામાં રજૂ થઇ
-આ દેશમાં રજૂ થનારી પહેલી હિન્દી ફિલ્મ બની
-અગાઉ રજનીકાંતની કાલા રજૂ થઇ હતી
મુંબઇ 31 ઑગષ્ટ 2018 શુક્રવાર
ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ ગોલ્ડ સાઉદી અરેબિયામાં રજૂ થઇ હોવાના સમાચારે બોલિવૂડમાં હરખની લાગણી ફરકાવી હતી.
સાઉદી અરેબિયામાં રજૂ થનારી આ પહેલી હિન્દી અને બીજી ભારતીય ફિલ્મ છે. અત્યાર અગાઉ સાઉથના ભગવાન રજનીકાંતની કાલા ફિલ્મ સાઉદી અરેબિયામાં રજૂ થઇ હતી.
૧૯૪૭ માં દેશ આઝાદ થયા પછીના વરસે ૧૯૪૮માં લંડનમાં યોજાએલા ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતીય હૉકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો એની કથા ધરાવતી આ ફિલ્મમાં અક્ષય ટીમના
સહાયક મેનેજર તપન દાસનો રોલ કરે છે જેણે ટીમને ગોલ્ડ મેડલ જીતી લાવવા પાનો ચડાવ્યો હતો.
અક્ષયે ટ્વીટર પર આ સમાચાર રજૂ કરતાં લખ્યું કે સાઉદી અરેબિયાની રાજધાનીમાં રજૂ થનારી ગોલ્ડ ફિલ્મ બોલિવૂડની પહેલી ફિલ્મ છે જે આ દેશમાં રજૂ થઇ... અમે સૌ ખૂબ ખુશ
છીએ...
ઘરઆંગણે આ ફિલ્મે ૧૦૦ કરોડનો આંક બે ત્રણ દિવસ પહેલાંજ વટાવી દીધો હતો. આ ફિલ્મ રીમા કાગતીએ લખી અને ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અમિત સાધ,
કુણાલ કપૂર અને વિનીત કુમાર સિંઘ ચમકી રહ્યાં છે. આ ફિલ્મ ૧૫મી ઑગષ્ટે રજૂ થઇ હતી.