પ્રિયંકા ચોપડાએ એવો ડ્રેસ પહેર્યો કે લોકોએ ટ્રોલ કરી, કહ્યું- દાદીમા જેવી લાગી રહી છે
Priyanka Chopra Troll : ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા તાજેતરમાં જ મેટ ગાલામાં ખૂબ જ સુંદર અવતારમાં નજર આવી હતી. અહીં બધાની નજર પ્રિયંકાના બુગારી એમરલ્ડ નેકલસ પર હતી. વાસ્તવમાં પ્રિયંકા ઈટાલિયન લક્ઝરી બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે પ્રિયંકાએ કેટલીક તસવીરો શેર કરી છે.
ચાહકો નિરાશ થયા
19 મે ના રોજ પ્રિયંકા તાઓરમિના, સિસિલીમાં બુગારીના પોલિક્રોમ હાઇ જ્વેલરી કલેક્શનના લોન્ચિંગમાં નજર આવી હતી. પરંતુ પોતાની ફેશન માટે પ્રશંસા મેળવનારી પ્રિયંકાને આ વખતે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. એક્ટ્રેસના લેટેસ્ટ લુકથી ચાહકો નિરાશ થઈ ગયા છે.
ગ્લેમર અવતાર
પોતાના ગ્લેમરસ અવતાર માટે ફેમસ પ્રિયંકાના આ લુકને જોઈને લોકો કહી રહ્યા છે કે, 'દાદીમા જેવી લાગી રહી છે.' પ્રિયંકા ચોપડાએ જે ડ્રેસ પહેર્યો છે તે એક વિન્ટેજ ડાયર ડ્રેસ હતો, જેને જૉન ગેલિયાનોએ ડિઝાઈન કર્યો હતો. આ ન્યૂડ હાઈ-નેક મેશ સ્લિપ ડ્રેસ જે સ્લીવલેસ છે. તેમાં ન્યૂડ અંડર સ્લિપ છે, આ ઉપરાંત ચેસ્ટ પર એસિમેટ્રિક ડ્રેપિંગ અને પ્લીટિંગ છે.