શાહરૂખ ખાનની પત્ની ગોરી ખાને 95 હજાર ફુડ પેકેટોનું વિતરણ કર્યું
- લોકડાઉન ૩ મે સુધી હોવાથી લોકો ભૂખે ન મરે તેની કાળજી લીધી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 એપ્રિલ 2020, બુધવાર
ભારતમાં કોરોના વાયરસથી ગ્રસિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે લોકડાઉન પણ ૩ મે સુધી હોવાથી લોકો ભૂખે ન મરે તેની સતત કાલજી લેવાઇ રહી છે. તેવામાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી પણ આગળ આવી છે.
ગોરી ખાને સોશિયલ મીડિયા પરના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર એક પોસ્ટ મુકીને આની જાણકારી આપી છે. તેણે એક પોસ્ટ શેર કરી છે, જેમાં ૯૫ હજાર ફુડ પેકેટો વહેંચવાની વાત લખી છે. ગઆ ઉપરાંત પોસ્ટમાં એક નકશો પણ દેખાઇ રહ્યો છે આ સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, મીર ફાઉન્ડેશનના સહયોગથી મુંબઇના ૯૫ હજાર ગરીબોનેે ખાવાનું વહેંચવામાં આવ્યું, આ તો હજી શરૂઆત છે.
શાહરૂખ અને ગોરીએ આ પહેલા પણ પોતાની છ સંસ્થાઓમાંથી આર્થિક મદદ કરી છે. તેમજ શાહરૂખે હાલમાં જ બીએમસીને પીપીસી કિટ પણ ડોનેટ કરી છે.