સની દેઓલની Gadar 2 કયા OTT પ્લેટફોર્મ પર અને ક્યારે થશે રિલીઝ? પ્રોડ્યૂસરે કર્યો ખુલાસો
નવી મુંબઇ,તા. 22 ઓગસ્ટ 2023, મંગળવાર
સની દેઓલની ફિલ્મ ગદર 2 થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે તેની રિલીઝના 11 દિવસમાં જબરદસ્ત કમાણી કરીને બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે.
આ ફિલ્મે બહુ ઓછા સમયમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ગદર 2ને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. થિયેટર પછી, લોકો આ ફિલ્મને OTT પર જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મની OTT રિલીઝને લઇને એક અપડેટ સામે આવ્યુ છે.
લોકોએ OTT માટે થોડી રાહ જોવી પડશે
ગદરનો ક્રેઝ જોતા લોકો આ ફિલ્મને OTT પર રિલીઝ થવાની રાહ જોઇ રહ્યાં છે પરંતુ નિયમ પ્રમાણે, કોઈપણ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના ચાર અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. પરંતુ ગદર 2 સાથે આવું નહીં થાય.
ગદર 2 OTT પર ક્યારે રિલીઝ થશે?
અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ગદર 2 એ અત્યાર સુધી ઘણા રેકોર્ડ તોડ્યા છે. આશા છે કે, આ ફિલ્મ OTT પર પણ ઘણા રેકોર્ડ તોડી શકે છે.
ગદર -2ના નિર્માતાએ ફિલ્મને OTT ફર રિલીઝને લઇને માહિતી આપતા કહ્યું કે,
ગદર 2 તેની રિલીઝના ઓછામાં ઓછા બે મહિના પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. OTT રીલિઝ ડેટ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. દિવાળીના સમયે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે છે.
આ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે
આ ફિલ્મ G5 પર રિલીઝ થઈ શકે છે કારણ કે, તે ફિલ્મના સહ-નિર્માતા છે. નિર્માતાએ જણાવ્યું કે, ઝી પાસે ફિલ્મના ડિજિટલ અને સેટેલાઇટ બંને અધિકારો છે. તે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે જેના કારણે ડિજિટલ સ્ટ્રીમિંગમાં વિલંબ થઈ રહ્યો છે.
ગદર 2ના ક્લેક્શનની જો વાત કરીએ તો, 21 ઓગસ્ટ સુધી ફિલ્મે 14 કરોડનું નેટ ક્લેક્શન કર્યું છે. ઘરેલુ બોક્સ ઓફિસની વાત કરીએ તો ફિલ્મે લગભગ 389.10 કરોડનું નેટ ક્લેક્શન કર્યું છે.