ગદર 2નું જબરદસ્ત એડવાન્સ બુકિંગ, 'પઠાણ'નો રેકૉડ તૂટવાની શક્યતા
ગદરનો પહલો ભાગ 15 જુન 2001માં રિલીઝ થયો હતો.
ગદર-2 ના રિપોર્ટ પ્રમાણે એડવાન્સ બુકિંગ 20 કરોડ સુધી પહોચી શકે છે
Image Twitter |
તા. 4 ઓગસ્ટ, 2023, શુક્રવાર
સની દેઓલની ફિલ્મ ગદર -2 ને રિલીઝ થવાની તારીખ નજીક આવી રહી છે. આ સાથે બોક્સ ઓફિસના આંકડા લોકોને આશ્ચર્ય કરી રહ્યા છે. ગદરનો પહલો ભાગ 15 જુન 2001માં રિલીઝ થયો હતો. ફિલ્મ બોલ્કબસ્ટર હતી. હવે 22 વર્ષ પછી તેનો પાર્ટ 2 આવતા લોકોમાં ખૂબ જ ક્રેજ જોવા મળી રહ્યો છે. પહેલા દિવસના એડવાન્સ બુકિંગના આંકડા સતત અપડેટ થઈ રહ્યા છે. ગદર 2 રિલીઝ થવાને હવે માત્ર અઠવાડિયું જ બાકી છે. હાલમાં જે સ્ટેટસ આવી રહ્યુ છે તેને જોઈને અંદાજો લગાવી શકાય છે, કે ઓપનિંગ ડે પર પઠાન ફિલ્મને પણ ટક્કર મારે તેવી શક્યતા છે.
ઓપનિંગ ડે પર 20 કરોડનું બુકિંગ
સની દેઓલ અને અમીષા પટેલ 11 ઓગસ્ટથી સિનેમાઘરોમાં ગદર કરશે. ફિલ્મના એડવાન્સ બુકિંગ 10 દિવસ પહેલા શરુ થઈ ચુક્યું છે. હવે Saclinik રિપોર્ટમાં આપેલ માહિતી પ્રમાણે એડવાન્સ બુકિંગ 20 કરોડ સુધી પહોચી શકે છે. તમને જણાવી દઈએ કે આ માત્ર એડવાન્સ બુકિંગની વાત થઈ રહી છે. ફિલ્મ નાના શહેરોમાં સિંગલ સ્ક્રીન પર પણ ખૂબ જોવા મળે તેવી આશા છે. તો પઠાન સાથે તેની તુલના કરવામાં આવે તો તેની એડવાન્સ બુકિંગ 30 કરોડથી વધારે હતી.
આટલી વેચાઈ ચુકી છે ટિકિટો
માત્ર નેશનલ ચેન્સની વાત કરવામાં આવે તો બ્લોકસીટ્સને છોડી નેશનલ ચેન્સમાં ગદર -2 ના 1402 શો માં કુલ 24457 ટિકિટ વેચાઈ ચુકી છે. જેની ટોટલ કમાણી 83 લાખ છે. તમને જણાવી દઈએ કે આ ડેટા ઓફિશિયલ નથી. એન્ટરટેનમેન્ટ વેબસાઈટ ટ્રેકિંગ સિસ્ટના આધાર પર છે.