Get The App

જાણીતી સીરિઝ 'રેસ અક્રોસ ધ વર્લ્ડ' ના 24 વર્ષીય કલાકારનું ભયંકર કાર અકસ્માતમાં નિધન

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
જાણીતી સીરિઝ 'રેસ અક્રોસ ધ વર્લ્ડ' ના 24 વર્ષીય કલાકારનું ભયંકર કાર અકસ્માતમાં નિધન 1 - image


Sam Gardiner Death:  લોકપ્રિય ટ્રાવેલ સીરિઝ 'રેસ અક્રોસ ધ વર્લ્ડ' ના સ્પર્ધક સેમ ગાર્ડિનરનું 24 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમને એક ભયંકર કાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત 26 મે 2025 ના રોજ માન્ચેસ્ટર નજીક ગેટલીમાં A34 રોડ પર થયો હતો.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના જણાવ્યા અનુસાર, સેમ સફેદ રંગની ફોક્સવેગન ગોલ્ફ આર એસ્ટેટ કાર ચલાવી રહ્યો હતો, જે અચાનક જ રસ્તા પરથી ઉતરી જતાં પલટી ગઈ હતી. અકસ્માત સમયે સેમ કારમાં એકલો હતો. ત્યારબાદ તેને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને 29 મેના રોજ મૃત જાહેર કરાયો હતો. આ દુઃખદ સમાચાર પર તેના પરિવારે ભાવનાત્મક નિવેદન બહાર પાડ્યું છે.

સેમ ગાર્ડિનર 2020માં બીબીસી શોની બીજી સીરિઝમાં તેની માતા  જો સાથે મળી દક્ષિણ અમેરિકામાં પ્રવાસ ખેડ્યો હતો. જો કે, તેઓ પૈસાના અભાવે અંતિમ તબક્કા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતાં. 

જાણીતી સીરિઝ 'રેસ અક્રોસ ધ વર્લ્ડ' ના 24 વર્ષીય કલાકારનું ભયંકર કાર અકસ્માતમાં નિધન 2 - image

Tags :