Get The App

કડકડતી ઠંડીમાં આવશે 5 જબરદસ્ત ફિલ્મ, જાણો કઈ કઈ અને ક્યારે થશે રિલીઝ

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
કડકડતી ઠંડીમાં આવશે 5 જબરદસ્ત ફિલ્મ, જાણો કઈ કઈ અને ક્યારે થશે રિલીઝ 1 - image


Winter 2025 Theatre Releases : શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, અને 2025 ને હવે માત્ર બે મહિના જ બાકી રહ્યા છે. પરંતુ સિનેમા લવર્સ માટે આ બે મહિનામાં પણ મનોરંજન માટે પુષ્કળ તકો મળશે. 2025 ના શિયાળામાં એક એકથી ચડિયાતી હિન્દી, સાઉથ ઈન્ડિયન અને હોલીવુડ ફિલ્મો સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. જેમાં  'ધુરંધર', 'અવતાર 3', 'તેરે ઇશ્ક મેં' અને 'મસ્તી 4' જેવી ફિલ્મોની રિલીઝ થવાની તારીખો જાહેર થઈ ગઈ છે. 

ફિલ્મ : મસ્તી 4


કોમેડી ફ્રેન્ચાઇઝ 'મસ્તી 4' ની પ્રેક્ષકો લાંબા સમયથી રાહ જોઈ  રહ્યા હતા. આખરે, આ ફિલ્મ નવેમ્બર 2025 માં રિલીઝ થઈ રહી છે.

'મસ્તી 4' માં રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાનીની ત્રિપુટી ફરી એકવાર જોવા મળશે.

મિલાપ ઝવેરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 21 નવેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ :  તેરે ઇશ્ક મેં


કૃતિ સેનન અને ધનુષની લવ સ્ટોરી 'તેરે ઇશ્ક મેં,' નું દિગ્દર્શન આનંદ એલ. રાય કરી રહ્યા છે.

આ ફિલ્મ 28 નવેમ્બરના રોજ હિન્દી અને તમિલ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ : ધુરંધર


રણવીર સિંહની ગેંગસ્ટર-એક્શન ફિલ્મ, 'ધુરંધર' ડિસેમ્બરની કડકડતી શિયાળામાં મોટા પડદા પર આવશે.

આ ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, 'ધુરંધર' 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

ફિલ્મ : અવતાર: ફાયર એન્ડ એશિઝ


હોલીવુડ ફિલ્મ 'અવતાર' આ વર્ષે તેના ત્રીજા ભાગ સાથે મોટા પડદા પર પરત ફરી રહી છે.

'અવતાર: ફાયર એન્ડ એશિઝ' 19 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

આ ફિલ્મમાં ફરી એકવાર સેમ વર્થિંગ્ટન, ઝો સલદાના, સિગોર્ની વીવર અને સ્ટીફન લેંગ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ : તૂ મેરી મૈ તેરા, મૈં તેરા તૂ મેરી

અનન્યા પાંડે 'તૂ મેરી મૈ તેરા, મૈં તેરા તૂ મેરી' ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

આ ફિલ્મનું નિર્દેશન સમીર સંજય વિદ્વાંસ દ્વારા કરવામાં આવ્યું છે અને તે 31 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Tags :