Get The App

ફિલ્મસર્જક રૂમી જાફરી કોરોનાગ્રસ્ત થયા

Updated: Aug 26th, 2021

GS TEAM


Google News
Google News
ફિલ્મસર્જક રૂમી જાફરી કોરોનાગ્રસ્ત થયા 1 - image


- પરિણામે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી અભિનિત ફિલ્મના પ્રમોશનનો હિસ્સો નહીં બને

મુંબઇ : ફિલ્મસર્જક રૂમી જાફરી કોવિડ૧૯ પોઝિટિવ  થયા છે. તેથી તેઓ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં ભાગ લઇ શકશે નહીં. હાલ જોકે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

રૂમી જાફરીએ પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં પોતાને નસીબદાર ગણાવ્યા હતા. તેમની પુત્રીના લગ્ન હાલ જ થયા છે જે વિના વિધ્ને પતી ગયાહોવાની તેમને સુખદ લાગણી થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્ન હૈદરાબાદમાં થયા હોવાથી હું ત્યાં હતો. આ લગ્નમાં નીતૂ કપૂર, રણધીર કપૂર તેમજ મારા અન્ય ખાસમ ત્રિો સામેલ થયા હતા. હું ભગવાનનો આભાર માનું છું કે, ૧૫ ઓગસ્ટરના રોજ હું બીમાર પડયો જ્યારે લગ્ન સુરક્ષિત રીતે થઇ ગયા હતા અને લોકો પોતાના ઘરે પહોંચી ગયા હતા. 

હાલ રૂમી ક્વોરન્ટાઇનમાં છે. આ અઠવાડિયાના અંતમાં તેની ફરી એક ટેસ્ટ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જો મારી આ ટેસ્ટ નેગેટિવ આવશે તો હું મુંબઇ આવી શકીશ નહીં તો ફિલ્મ ચહેરેને રિલીઝના દિવસે હૈદરાબાદમાં જોઇશ.

આ ફિલ્મમાં બિગ બી એક વકીલની ભૂમિકામાં છે જ્યારે ઇમરાન હાશ્મી એક બિઝનસે ટાઇકુનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૭ ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં આવશે. 

Tags :