રાની મુખર્જીના પિતા રામ મુખર્જીનું વહેલી સવારે નિધન
- બોલિવુડે દર્શાવી શોકની લાગણી
- બપોરે બે વાગ્યે થશે અગ્નિસંસ્કાર
મુંબઈ, તા. 22 ઓક્ટોબર 2017, રવિવાર
બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીના પિતા રામ મુખર્જીનું આજ રોજ સવારે ચાર વાગે નિધન થયું છે.
તેમના પાર્થિવ દેહને જાનકી કુટિર બંગલામાં લઈ જવાશે અને ત્યાંથી જ અંતિમ સંસ્કાર માટે લઈ જવાશે. રામ મુખર્જીના અંતિમ સંસ્કાર વિર્લે પાર્લેના પવન હંસમાં 2 વાગે થશે.