'રામાયણમ્' ફિલ્મનું બજેટ જાણી આંખો પહોળી થઈ જશે, પહેલીવાર AIનો પ્રયોગ, જાણો લેટેસ્ટ અપડેટ
Film Ramayanaam Budget: ફિલ્મ 'રામાયણમ્'નો ફર્સ્ટ લુક લોન્ચ થયો ત્યારથી જ દર્શકોમાં તેના વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. દરેક વ્યક્તિ તેને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં અને નમિત મલ્હોત્રા-યશના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મની સતત નવી અપડેટ્સ સામે આવી રહી છે. હવે જે નવું અપડેટ આવ્યું છે તેણે બધાને ચોંકાવી દીધા છે.
વાસ્તવમાં પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, રામાયણમ્ ફ્રેન્ચાઈઝીનું કુલ બજેટ 1600 કરોડ રૂપિયા છે. જ્યાં રામાયણ પાર્ટ-1નું બજેટ 900 કરોડ રૂપિયા છે, ત્યાં બીજી તરફ પાર્ટ-2નું બજેટ 700 કરોડ રાખવામાં આવ્યું છે. પરંતુ હવે જે નવી જાણકારી આવી છે તે પ્રમાણે આ ફિલ્મનું બજેટ આનાથી ઘણું વધારે છે.
4000 કરોડ રૂપિયા હશે બજેટ
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ કોઈપણ ભારતીય ફિલ્મ કરતા સૌથી વધુ બજેટમાં બની રહી છે. જે લગભગ 500 મિલિયન ડોલર એટલે કે 4000 કરોડ રૂપિયા છે. સૂત્રએ આગળ કહ્યું કે, 'આ ફિલ્મને ઈન્ટરનેશનલ લેવલ પર તૈયાર કરવામાં આવી રહી છે અને બંને ભાગ બને ત્યાં સુધીમાં તેનું બજેટ 4000 કરોડ રૂપિયાને વટાવી જશે. મેકર્સ તેના માટે વિશ્વસ્તરીય VFX અને સ્પેશિયલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા છે.'
પહેલીવાર AIનો પ્રયોગ
પ્રાપ્ત માહિતી પ્રમાણે 'રામાયણમ્ ને AI-ડબ ટેકનોલોજીથી પણ જોડવામાં આવશે, જેથી દર્શકો તેને કોઈપણ સ્થાનિક ભાષામાં જોઈ શકે. ભારતીય સિનેમાની આ પહેલી ફિલ્મ હશે જેમાં AI ટેકનોલોજી સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયામાં જ પરમાણુ યુદ્ધ શરૂ થયું હોત, ટ્રમ્પનો ફરી મોટો દાવો
તમને જણાવી દઈએ કે, 'રામાયણમ્' 8 વખત ઓસ્કર જીતી ચૂકેલા VFX સ્ટૂડિયો DNEG અને યશની Monster Mind Creationsની સાથે મળીને પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. 'રામાયણમ્'નો પ્રથમ પાર્ટ દિવાળી 2026માં અને બીજો પાર્ટ દિવાળી 2027માં રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મમાં આ કલાકાર આવશે નજર
ફિલ્મ 'રામાયણમ્'માં રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામ અને સીતાની મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે યશ રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં દેખાશે.