ફિલ્મ 'જાન તેરે નામ'ની હિરોઈને ક્રિકેટરના પ્રેમમાં છોડી હતી ઈન્ડસ્ટ્રી, આજે છે કરોડોના બિઝનેસની માલિક : લેટેસ્ટ ફોટો વાયરલ
- કરિયર પીક ઉપર હતી ત્યારે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને લગ્ન કરી લીધા હતા
મુંબઈ, તા. 14 જૂન 2022, મંગળવાર
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 90નો દશક ઘણો ખાસ હતો. આ જમાનાની ફિલ્મો, ગીતો અને એકટ્રેસને આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દશકની કેટલીક એકટ્રેસ એવી હતી જેમણે માત્ર થોડી જ ફિલ્મોથી ચાહકોને દિવાના બનાવી દીધા હતા. જોકે અમુક ફિલ્મો બાદ અનેક અભિનેત્રીઓ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી. તે જમાનાની આવી જ એક અભિનેત્રી હતી ફરહીન. ફરહીને વર્ષ 1992માં આવેલી ફિલ્મ 'જાન તેરે નામ'થી ડેબ્યુ કર્યુ હતુ અને પહેલી જ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી.
ફરહીને પોતાની શરૂઆતની ફિલ્મોમાં અક્ષય કુમાર અને રોનિત રોય જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેમની કરિયર જ્યારે પીક ઉપર હતી ત્યારે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને લગ્ન કરી લીધા હતા. ફરહીન લગભગ 24 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે.
ફરહીને 'જાન તેરે નામ' પછી 'સૈનિક', 'નજર કે સામને', 'ફૌજ', 'દિલ કી બાજી' અને 'આગ કા તૂફાન' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેમને સાઉથમાંથી પણ ઘણી ઓફરો મળી હતી અને તેમણે કેટલીક ફિલ્મો પણ કરી હતી. આ દરમિયાન ફરહીન ક્રિકેટર મનોજ પ્રભાકરને મળી અને તેમના પ્રેમમાં પડી ગઈ. ફરહીને પોતાનું કરિયર છોડીને મનોજ સાથે લગ્ન કરી લીધા હતા.
ફરહીન પ્રભાકર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. ફરહીન પ્રભાકરના નામથી તેમનું ઈન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ છે. હાલમાં તે પોતાની ફેમિલી લાઈફને એન્જોય કરી રહી છે અને બિઝનેસ સંભાળી રહી છે. ફરહીનની નેચરલ હર્બલ્સ નામની હર્બલ સ્કીન કેર પ્રોડક્ટની એક કંપની છે, જેની તે ડાયરેક્ટર છે. જેને તેમણે અને તેમના પતિ મનોજ પ્રભાકરે સાથે મળીને ખોલી છે
જોકે હવે તેમના બાળકો મોટા થઈ ગયા છે અને ફરી એક વખત ફિલ્મોમાં કામ કરવા માંગે છે અને આતુરતાથી કોઈ સારા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે.