Get The App

ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલમનું હંગામી ટાઈટલ અબીર ગુલાલ હશે

Updated: Oct 3rd, 2024

GS TEAM


Google News
Google News
ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલમનું હંગામી ટાઈટલ  અબીર ગુલાલ હશે 1 - image


- લંડનમાં ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું

- ફવાદ લંડન માટે શૂટિંગ પહોંચી ગયો, વાણી કપૂર આજકાલમાં જોડાશે

મુંબઈ : પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન તથા બોલીવૂડ અભિનેત્રી વાણી કપૂરની જોડી ધરાવતી નવી  ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરુ થઈ ગયું છે. આ ફિલ્મને હંગામી ધોરણે 'અબીર ગુલાલ' એવું ટાઈટલ અપાયું છે. ભવિષ્યમાં આ ટાઈટલ બદલાઈ પણ શકે છે. 

ફવાદ ખાન લંડન પહોંચી ગયો છે અને તેણે શૂટિંગ પણ શરુ કરી દીધું છે. વાણી કપૂર આજકાલમાં તેની સાથે જોડાય તેવી વકી છે. 

લંડનમાં કુલ ૪૦ દિવસનું શૂટિંગ શિડયૂલ નક્કી કરાયું છે. ફિલ્મમાં ફવાદ ખાન શેફની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ દુબઈમાં પણ થવાનું છે. 

ફવાદ ખાન વર્ષો પછી કોઈ બોલીવૂડ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. 

જોેકે, આ ફિલ્મ ભારતમાં રીલિઝ થશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે. તાજેતરમાં ફવાદ ખાનની પાકિસ્તાની ફિલ્મ 'ધી લીજન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રજૂ કરવાનું નક્કી થયું હતું. જોકે, વિવિધ સંગઠનોના વિરોધના કારણે તેની રીલિઝ માંડી વાળવામાં આવી હતી. 

Tags :