Get The App

સસરા મિથુને એક્ટ્રેસની કુંડળી વાંચી, ભવિષ્ય બતાવીને 6 મહિના બાદ દીકરા સાથે જ લગ્ન કરાવી દીધા

Updated: Oct 4th, 2024

GS TEAM


Google News
Google News
સસરા મિથુને એક્ટ્રેસની કુંડળી વાંચી, ભવિષ્ય બતાવીને 6 મહિના બાદ દીકરા સાથે જ લગ્ન કરાવી દીધા 1 - image


Image: X

Madalsa Sharma on Her Marriage: ટીવી શો અનુપમામાં કાવ્યાનું પાત્ર નિભાવનાર એક્ટ્રેસ મદાલસા શર્માએ પોતાના લગ્ન અને સસરા મિથુન ચક્રવર્તીને લઈને વાત કરી છે. મદાલસા શર્માએ સીનિયર એક્ટર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી ઉર્ફે મિમોહ સાથે લગ્ન કર્યાં છે. એક્ટ્રેસે જણાવ્યું કે કેવી રીતે તેનો સંબંધ મિમોહ સાથે શરૂ થયો હતો.

મદાલસાએ કહ્યું, 'અમે મારી માતાની ફિલ્મો મ્યૂઝિક લોન્ચ પર પહેલી વખત મળ્યા હતા. તે બાદ અમે ટચમાં હતા. એવું નહોતું કે અમે ડેટ કરી રહ્યાં હતા. હુ 16-17 વર્ષની હતી ત્યારે લગભગ સાત વર્ષ બાદ હુ ન્યૂયોર્કમાં હતી અને મે પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જે મિમોહે જોયો અને મને મેસેજ કર્યો. તેણે મારા વર્ક પ્લાન વિશે પૂછ્યું પછી કહ્યું કે મારા પિતા કુંડળી સારી વાંચે છે અને તારું ભવિષ્ય જણાવી શકે છે. તો મે તેને મારી બર્થ ડિટેલ્સ આપી દીધી. બાદમાં તેના પિતાએ મારા ભવિષ્ય વિશે જણાવ્યુ અને મિમોહે જાણીજોઈને એવું કહ્યું કે જો આપણે સાથે રહીશું તો આપણુ સારું બનશે. આ રીતે અમારી કહાની શરૂ થઈ હતી. અમે હું ભારત આવું ત્યારે મળવાનો નિર્ણય કર્યો. મને લાગે છે કે આ અમારું નસીબ હતુ. મુલાકાતના એક અઠવાડિયા બાદ અમારી સગાઈ થઈ અને પછી છ મહિનામાં લગ્ન થઈ ગયા.'

મદાલસા શર્માએ એ પણ જણાવ્યું કે 'હું અને મિથુન ચક્રવર્તી FTIIમાં સાથે હતા. ફિલ્મ 'તેરે પ્યાર મે' માં બંનેએ ડાયરેક્ટર અને એક્ટર તરીકે કામ પણ કર્યુ હતું. દરમિયાન મિથુનને જ્યારે મદાલસા અને મિમોહના સંબંધ વિશે ખબર પડી તો તેઓ ખૂબ ખુશ હતા. તેથી મદાલસા પોતાના લગ્નને લવ કમ અરેન્જ મેરેજ માને છે.

Tags :